સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, સીઆર પાટીલે જનતા જોગ કહી મોટી વાત... - International Yoga Day 2024 - INTERNATIONAL YOGA DAY 2024
Published : Jun 21, 2024, 6:02 PM IST
સુરત : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સુરત ચોક બજારમાં સ્થિત લાલ કિલ્લા ઉપર ઉજવણી કરવામાં આવી હતી. અહીં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કહ્યું કે, યોગ આપણી સંસ્કૃતિ છે. યોગ દ્વારા આપણે નિરોગી રહી શકીએ છીએ. આજે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના 156 દેશમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આ મોહીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. યોગ એક એવું વ્યાયામ છે જેના થકી કોઈપણ બીમારીમાં કોઈપણ જાતની દવા વગર આપણે આપણું સ્વાસ્થ્ય સારું રહી શકે છે. યોગ કરવાથી આપણે નિરોગી રહીએ છીએ. આ યોગની તાકાત છે.
આ કાર્યક્રમમાં સીઆર પાટીલ સહિત સાંસદ મુકેશ દલાલ સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણને લઈને સીઆર પાટીલે જણાવ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં વૃક્ષારોપણ અને જળ સંચય જેવા અનેક પ્રયોગો થયા છે. દરેક કાર્યકરો પોતાને ત્યાં જળસંચયનો પ્રયોગ કરે, જમીન પાણીમાં ઉતારો, બોરના પાણીની ક્વોલિટી સુધરશે, વૃક્ષારોપણ માટે 10 હજાર વૃક્ષના છોડ કાર્યકરોને આપ્યા છે. હવે સમગ્ર દેશમાં જળસંચય અને વૃક્ષારોપણની ઝુંબેશ શરૂ કરાશે.