કામરેજમાં માનવ જિંદગી સાથે ચેડા કરતો ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો - Surat Bogus doctor - SURAT BOGUS DOCTOR
Published : Mar 24, 2024, 10:48 AM IST
સુરત જિલ્લા ઓપરેશન ગ્રુપ સ્પેશિયલ પોલીસે કામરેજના પરબ ગામેથી માનવ જિંદગી સાથે ચેડા કરતા ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડયો હતો. એસઓજી પોલીસે બાતમીના આધારે પરબ ગામે આવેલા ઓમ ઈન્ડસ્ટ્રીઝ વિભાગ 10 ખાતેના ક્રિષ્ના ક્લીનીકમાં રેઇડ કરી હતી. પોલીસે સ્થળ પરથી મૂળ વેસ્ટ બંગાલ અને હાલ જોળવા ખાતેના સાક્ષાત માર્કેટ નજીક રહેતા શશાંક કિશોર મંડોલને માનવ જિંદગી સાથે ચેડા કરતા ઝડપી પાડયો હતો. સ્થળ પર શશાંક મંડોલ હાજર ન હોય ત્યારે દર્દીઓને એલોપેથીક દવા આપનાર કલીનીક ખાતે કમ્પાઉન્ડ તરીકે ફરજ બજાવતા રતન ગોબીંદા સરકારને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ પરથી અલગ અલગ દવાઓ મળી 13 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત જિલ્લા SOG પીઆઈ બી.જી. ઈશરાણી એ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં કોઈપણ જગ્યાએ બોગસ ક્લિનિક ન ચાલે તેને લઈને અમારી ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.તે દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે પરબ ગામે બોગસ ક્લિનિક પર દરોડા પાડ્યાં હતાં અને કાર્યવાહી કરી હતી. આ ગુનામાં એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.