Bardoli Lok Sabha: બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા - બારડોલી લોકસભા
Published : Mar 17, 2024, 1:26 PM IST
બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. પ્રભુ વસાવાના ધરમ પત્નીએ કંકુ, ચોખા અને નારિયેળ આપી શ્રી ગણેશ કરાવ્યા હતા. પ્રભુ વસાવાએ પોતાના ગામ સાઠવાવ જઇ સ્વંગીય પિતા એવા પૂર્વ ધારાસભ્ય નાગર ભાઈ વસાવાની સમાધિ ઉપર ફૂલહાર અર્પણ કરી માતાના આશીર્વાદ લઈ રૂપણ ગામે આવેલા હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી.
કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી બાબતે પ્રશ્ન પૂછતાં પ્રભુ જણાવ્યુ હતુ કે 2014 માં કોંગ્રેસ દિગ્ગજ નેતા તૃષાર ચૌધરી સાંસદ અને કેન્દ્રીય મંત્રી હતા છતાં તાપી જિલ્લાની પ્રજાએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યકત કરી મને જંગી બહુમતી જીતાડયો હતો. વર્તમાન ચૂંટણીમાં પરિસ્થિતિ બદલાય છે. તાપી જિલ્લાના ત્રણેય ધારાસભ્ય ભાજપના છે. તાલુકા, જિલ્લા પંચાયત પણ ભાજપની છે ત્યારે ચોક્કસથી વર્તમાન ચૂંટણીમાં પણ મતદારો ભારતીય જનતા પાર્ટીને મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.