બનાસકાંઠા જિલ્લામાં 21મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, શંકર ચૌધરીએ કરાવ્યો બાળકોને શાળા પ્રવેશ - Banaskantha News - BANASKANTHA NEWS
Published : Jun 27, 2024, 5:28 PM IST
બનાસકાંઠાઃ જિલ્લાની 2679 શાળાઓમાં પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદ તાલુકાના નારોલી, વારા, અને લોરવાડા ગામમાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. તેમણે બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 93 હાજરથી વધુ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. જેમા જિલ્લાની 2679 શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો હતો. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની - શાળા પ્રવેશોત્સવની" થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024 ની ઉજવણી પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ રાજસ્થાન સરહદ નજીક થરાદ તાલુકાના નારોલી, વારા અને લોરવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કુમ કુમ તિલક કરી આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-1ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ બાળકોને ચોકલેટ અને ખજૂર આપી મોં મીઠું કરાવી સૌને શાળા પ્રવેશોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, આપણા જીવનના સંસ્કારો પૈકી શાળા પ્રવેશ પણ એક સંસ્કાર છે. તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે, બાળકો શાળાએ જતા ડરતા હતા. પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી આમૂલ પરિવર્તન આવ્યું છે.