ગુજરાત

gujarat

ભારે વરસાદને પરિણામે મોજ ડેમની જળ સપાટીમાં વધારો થતાં દરવાજા ખોલાયા, આસપાસના ગામોને એલર્ટ કરાયા - dam gates opened due to water level

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 8:31 PM IST

ડેમના દસ દરવાજા પાંચ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા (Etv Bharat Gujarat)

રાજકોટ: જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. પાણીની સપાટીમાં વધારો થતાં ડેમના દસ દરવાજા પાંચ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. આમ ભારે વરસાદ થતાં મોજ ડેમના ઉપરવાસમાં પાણીની આવકમાં ઉતરોતર વધારો નોંધાયો છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, ડેમમાંથી 12240 ક્યુસેક પાણીની આવક થઈ હતી જ્યારે તેના સામે 12240થી પાણીની જાવક થઈ હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ડેમમાં પાણીનું સ્તર વધતાં નદીકાંઠાના વિસ્તાર જેવા કે મોજીરા, ખાખીજાળીયા, ઉપલેટા, ગઢાડા, નવાપરા, સેવંત્રા અને વાડલા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. અહીંના આસપાસના ગામોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. 

ABOUT THE AUTHOR

...view details