જુઓ: અનંત-રાધિકાનો શુભ આશીર્વાદ સમારોહમાં, અનેક ફિલ્મી હસ્તીઓ તેમજ દિગ્ગજ રાજનેતાઓ પહોંચ્યા - Anant Radhika Wedding - ANANT RADHIKA WEDDING
Published : Jul 14, 2024, 5:59 PM IST
મુંબઈ: 12મી જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન બાદ આજે એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ફિલ્મી હસ્તીઓ તેમજ દિગ્ગજ રાજનેતાઓ પહોંચ્યા હતા. લગ્નમાં ધમાલ મચાવ્યા બાદ, ફિલ્મ સ્ટાર્સે પણ તેમની હાજરી સાથે અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં પણ હાજરી આપી હતી. અમિતાભ બચ્ચન, રજનીકાંત, વિદ્યા બાલન, કરણ જોહર, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય, જાહ્નવી કપૂર, રશ્મિકા મંદન્ના, હેમા માલિની, સંજય દત્ત, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, વેંકટેશ દગ્ગુબાતી, કાજલ અગ્રવાલ, મહેન્દ્ર સિંહ ધોનીએ તેમના આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી. સૂર્યા, પવન કલ્યાણ, સુનીલ શેટ્ટી, શાહરૂખ ખાન જેવા બોલિવૂડ સ્ટાર્સની સાથે કાર્દશિયન બહેનોએ પણ ભાગ લીધો હતો. અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં માત્ર ફિલ્મી હસ્તીઓ જ નહીં પણ વરિષ્ઠ રાજનેતાઓએ પણ ભાગ લીધો હતો.