દૂધમાં ભાવ વધારાથી જનતા ખફા, દૂધને પણ રેશનકાર્ડમાં સામેલ કરવા માંગણી કરી - Amul Milk Price Hike - AMUL MILK PRICE HIKE
Published : Jun 3, 2024, 10:50 PM IST
અમદાવાદઃ આજથી અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડમાં એક લીટર પ્રતિ 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેથી આજથી 64 રૂપિયાની જગ્યાએ ગ્રાહકોએ 66 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અમૂલ તાજના પ્રતિ લિટરે 54 અને અમુલ શક્તિના પ્રતિ લિટરે 60 રૂપિયા ચૂકવવા પડશે. આ મામલે ગ્રાહક નિકુંજ નાંઢાએ જણાવ્યું હતું કે ભારતમાં દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે પણ આવક વધતી નથી. જેવી રીતે રેશન કાર્ડમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળે છે એવી રીતે દૂધને પણ એમાં સામેલ કરવું જોઈએ. જેથી નાનામાં વર્ગને આ મોંઘવારીથી થોડી રાહત મળે. ઉલ્લેખનીય છે કે દૂધના ભાવમાં ફરી વાર વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.