ગુજરાત

gujarat

ETV Bharat / videos

એરફોર્સની બસ પલ્ટી ખાતા સર્જાયો અકસ્માત, ધાયલ જવાનોને હોસ્પિટલ ખસેડયા - air force bus accident - AIR FORCE BUS ACCIDENT

By ETV Bharat Gujarati Team

Published : Jun 1, 2024, 8:02 PM IST

કચ્છ: જિલ્લાના નલિયા નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં નલિયા એરફોર્સની બસે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને એમ મુસાફરી કરી રહેલા જવાનો ઇજાગ્રસ્તહ થયા હતા. આ બસમાં મુસાફરી કરતાં 8 જેટલા જવાનોને સામાન્ય ઇજા પહોંચી હતી અને 2 થી 3 જવાનોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પશ્વિમ કચ્છના અબડાસા તાલુકાના નલિયા ખાતે એરફોર્સ સ્ટેશન આવેલું છે.  

આજે એરફોર્સ સ્ટેશનની બસ બપોરે માંડવી ધોરીમાર્ગ નંબર 41 પર આવેલા ભનાળા નલિયા ધોરીમાર્ગ વચ્ચે કોઈ કારણોસર પલટી ગઈ હતી. અકસ્માતના પગલે બસમાં મુસાફરી કરતાં એરફોર્સના 8 થી 10 જવાનોને ઇજા પહોંચી હતી. જે પૈકી બે થી ત્રણ જવાનનને ગંભીર ઇજાઓ પહોંચતા ભુજની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની તુરંત બાદ એરફોર્સ વિભાગના વાહનો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બસને ક્રેનની મદદ વડે બનાવ સ્થળેથી ખસેડવામાં આવી હતી. અકસ્માતનો ભોગ બનેલી બસને ક્રેન વડે ખસેડવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.  

ABOUT THE AUTHOR

...view details