આકરી ગરમી વચ્ચે 7 દિવસ સુધી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ ? - gujarat Weather update - GUJARAT WEATHER UPDATE
Published : May 10, 2024, 4:13 PM IST
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા આગાહી છે કે, આજે ગુજરાતના લોકોને આકરા તાપનો સામનો કરવો પડશે. આજથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. આવતીકાલથી વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં 4 દિવસ બાદ વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા જ વરસાદ રહેવાની શક્યતા વધી છે. આજે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. 12 મેના રોજ મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી છે અને 14 અને 15 મેના રોજ મોટાભાગના જિલ્લાઓમા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 43 ડિગ્રી રહ્યું છે.