ઉમરપાડા તાલુકાના એક ગામમાં વિધવા મહિલા સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યું - surat crime - SURAT CRIME
Published : May 11, 2024, 7:48 AM IST
સુરત: ઉમરપાડા તાલુકાના એક ગામમાં વિધવા મહિલા સાથે પ્રેમ સબંધ બાંધનાર યુવકે વિધવા મહિલા પર જ અન્ય પુરુષ સાથે પ્રેમ સબંધ હોવાનો વહેમ રાખી જગલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી અને માર માર્યો હતો. બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શર્મનાક ઘટના : સુરત જિલ્લામાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતી વિધવા મહિલાને પિનપુર ગામના ગણપત મોતીભાઈ વસાવા નામના ઇસમ સાથે પ્રેમ સબંધ હતો. પરંતુ પ્રેમી યુવકે વિધવા મહિલા અન્ય કોઈ પુરુષ સાથે વાતચીત કરે છે અને સબંધ રાખે છે તેવો વ્હેમ રાખી ઝઘડો કર્યો હતો.
દુષ્કર્મ આચરી ઇસમ ભાગી ગયો: મહિલા સાથે ઝઘડો કર્યા બાદ યુવક બહાર ફરવા જવાનું છે તેમ કહી બાઈક પર પાછળ બેસાડી પિનપુર નાકાથી માંલધા જતા રસ્તા પરથી જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો અને મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી ફરી ઝઘડો કરી લાકડીના ફટકા વડે ઢોર માર મારી વિધવા મહિલાને અર્ધ બેભાન કરી દીધી હતી અને આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ત્યારબાદ તે ભાગી ગયો હતો. ઉમરપાડા પોલીસે આ ગુનાના આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ઉમરપાડા પોલીસ મથકના પીએસઆઈ અર્જુન સાબડે જણાવ્યું હતું કે, એક વિધવા મહિલા સાથે દુષ્કર્મ થયાંની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે. ગુનામાં સંડોવાયેલા આરોપીની ઓળખ થઈ ગઈ છે. તેને ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.