જામનગરના કુંભાર પરિવાર દ્વારા માતાજીના ગરબા બનાવવા સાથે પક્ષીઓને બચાવવા અનોખી પ્રેરણા... - Navratri 2024
Published : Sep 28, 2024, 9:41 PM IST
જામનગરઃ જામનગર મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા પૂજાબેન ગૌતમભાઈ સંચાણીયા દ્વારા વર્ષોથી નવરાત્રિ નિમિતે ઘર બેઠા આકર્ષક ગરબા બનાવવામાં આવે છે. ઘરના બધા સભ્યો દ્વારા અવનવી જાતના નવા ગરબા બનાવીને જેમાં આકાર આપીને કલર કરી ગરબાને એક નવું રૂપ આપવામાં આવે છે. જામનગરમાં કુંભાર પરિવારના ગરબા બનાવનાર પૂજાબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ અમુક વેપારીઓ દ્વારા જૂના ગરબાઓ લઈ બજારમાં વેચવામાં આવે છે. જેના કારણે માતાજીની આસ્થાને ઠેસ પહોંચે છે, જેથી ગ્રાહકોને ગરબાની તપાસ કરી પછી જ નવા ગરબા લેવા અનુરોધ કર્યો છે તથા ગરબાને નવરાત્રિ પૂર્ણ થયા બાદ ગરબાનો કંઈક અલગ રીતે ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું.
જેમાં કહ્યું હતું કે, માતાજીના નવ દિવસ પૂર્ણ થતાં લોકો ગરબા પધરાવી દેે છે, પણ તમે એ જ ગરબાને પોતાના ઘર પાસે કે અન્ય જગ્યાએ ચકલી સહિતના પક્ષીઓના માળા તરીકે પણ ખૂબ સુંદર ઉપયોગ કરી શકો છો. પક્ષીના ચણ નાખીને પક્ષીઓને ખાવાનું આપી શકો છો, તે એક ઉત્તમ કાર્ય રહેશે.