ગુજરાત

gujarat

ETV Bharat / videos

ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, કારણ જાણીને ચોકી જશો - A student committed suicide - A STUDENT COMMITTED SUICIDE

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 3:58 PM IST

મહેસાણા: હાલના સમયમાં બાળકોને ભણવા બાબતે પણ ઠપકો આપતા વિચાર કરવો પડે એવી સ્થિતિ મહેસાણામાં બનેલી એક ઘટના બાદ નિર્માણ પામી છે. મહેસાણાના કડીના એક ગામમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને અભ્યાસ બાબતે તેના વાલીએ ઠપકો આપતા શાળા છૂટ્યા બાદ શાળાના વર્ગખંડમાં જ આત્મહત્યા કરી લીધી. 

ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી: બાળકોના ભવિષ્ય માટે તેના માતા પિતા કે શિક્ષકો તેમને ઠપકો આપતા હોય છે, પરંતુ ઘણીવાર અભ્યાસ કરતા બાળકો આ ઠપકાને ખૂબ ગંભીરતા પૂર્વક લઈને ખોટું પગલું પણ ભરી લેતા હોય છે. આવું જ કંઈક મહેસાણાના કડી વિસ્તારમાં બન્યું છે. ઘરમાં વાલીએ ભણવા બાબતે ઠપકો આપતાં ધોરણ 8 ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. આ સમગ્ર ઘટના કડીના બાવલું નજીક ફતેપુરા રાખડીયા ગામની પ્રાથમિક શાળામાં બની હતી. જેમાં વિદ્યાર્થીની બપોરે શાળામાં રોજની જેમ અભ્યાસ કરવા પહોંચી હતી. જો કે સાંજના સમયે શાળા છૂટી છતાં વિદ્યાર્થીની ઘરે પહોંચી નહોતી. પરિવારજનોએ શાળામાં તપાસ કરી ત્યારે વિદ્યાર્થીની આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવી હતી. ત્યાર બાદ પોલીસે કડી કલ્યાણપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ બાળકીનાં પોસ્ટર્મોટમ કરાયું હતું અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

ABOUT THE AUTHOR

...view details