જુનાગઢ લોકસભા મતવિસ્તારમાં પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત બને તે માટે ખાસ ઉભું કરાયું મતદાન મથક - Junagadh Lok Sabha - JUNAGADH LOK SABHA
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 12:24 PM IST
જુનાગઢ: જુનાગઢ લોકસભા બેઠક પર વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે ઇકો સેનસેટીવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત બને તે માટે ખાસ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. આ મતદાન મથકમાં એક પણ પ્રકારની પ્લાસ્ટિકથી બનેલી સામગ્રીનો ઉપયોગ કરાતો નથી. વધુમાં મત આપવા માટે આવેલા પ્રત્યેક મતદારને છોડ આપીને પ્રકૃતિનું રક્ષણ કરવાના શપથ પણ લેવડાવવામાં આવે છે.
પ્રાકૃતિક મતદાન મથક: આજે સવારેથી જુનાગઢ લોકસભા બેઠક પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે ઇકો સેન્સેટીવ ઝોનમાં આવતા જુનાગઢ વિસ્તારમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટે તે માટે ખાસ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાયું છે. પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટે તે માટેના શપથ લેવડાવવામાં આવે છે. આ મતદાન મથકમાં એક પણ પ્રકારની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મતદાન મથકમાં કામ કરતા કર્મચારીઓના આઈકાર્ડ પણ પ્લાસ્ટિકના કવરથી મુક્ત રાખવામાં આવ્યા છે. વધુમાં આ મતદાન મથકને ઝાડ પાનથી પણ સજાવીને પ્રત્યેક મતદાર પ્રકૃતિનું રક્ષણ કરે તે માટેનો સંદેશો મળે તે માટેનું આયોજન પણ કરાયું છે. આ પ્રાકૃતિક મતદાન મથકની આજે જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે પણ મુલાકાત લઈને લોકોને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટેના શપથ લેવડાવ્યા હતા.
લોકોએ મત આપીને આપ્યો પ્રતિભાવ: પ્રાકૃતિક મતદાન મથકનો એકમાત્ર ઉદ્દેશ્ય પ્લાસ્ટિકનું પ્રદુષણ સદંતર બંધ થાય તે માટે પણ કરવામાં આવ્યો છે. આખા મતદાન મથકને અલગ રીતે પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તે માટે સુશોભિત કરાયું છે. વધુમાં મત આપ્યા બાદ પ્રત્યેક મતદાર પ્લાસ્ટિક પ્રદુષણ નહીં કરે તે માટેના શપથપત્રો અને તેમની સહમતિ માટેની વ્યવસ્થા પણ મતદાન મથકમાં કરાઈ છે. વધુમાં જે મતદાર મત આપીને બહાર આવે તેને મતદાન મથકમાં ઉપસ્થિત કર્મચારી કે અધિકારીના હાથે ફુલછોડ આપીને પ્રકૃતિનું રક્ષણ કરવાની સાથે પ્લાસ્ટિકનું પ્રદૂષણ નહીં કરવાની સમજ પણ આપવામાં આવી છે. આ વખતે પ્રથમ વખત પ્રાકૃતિક મતદાન મથકનું આયોજન થયું છે જેને ખૂબ સફળતા પણ મળી રહી છે.