ચાંદીપુરના દર્દીઓ અંગે સિવિલ હોસ્પિટલમાં પત્રકાર પરિષદ યોજાઈ, કુલ 20 દર્દીઓ નોંધાયા છે - Chandipur patients in Rajkot - CHANDIPUR PATIENTS IN RAJKOT
Published : Jul 30, 2024, 5:32 PM IST
રાજકોટ: ચાંદીપુરાના કેસ ધીમે-ધીમે વધી રહ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ જુદા-જુદા જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ અંગે સિવિલ હોસ્પિટલ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં ડોક્ટરોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં જુદા-જુદા જિલ્લાઓમાંથી 20 સસ્પેક્ટેડ અને પોઝિટીવ દર્દીઓ સારવાર માટે આવ્યા છે જેમાંથી પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આઠના નેગેટિવ અને સાત દર્દીઓના હજુ રિપોર્ટ આવ્યા નથી. જે દર્દીઓના રિપોર્ટ આવ્યા છે એમાંથી એક દર્દીનું મોત થયું છે એક દર્દી તાજો થયો છે તો સાથે સાથે ત્રણ દર્દીઓ હાલ સારવારમાં છે. અન્ય પાંચ દર્દીઓનો સેમ્પલના રિપોર્ટ હજી આવ્યા નથી તે પણ સારવારમાં છે જેમના પોઝિટિવ રિપોર્ટ નથી તેવા ચાર દર્દીઓના મોત થયા છે. આમ કુલ 20 દર્દીઓમાંથી પાંચ દર્દીઓના મોત આઠ દર્દીઓ સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા છે.