ગુજરાત

gujarat

મચ્છુ 3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો, મોરબી-માળિયાના 21 ગામોને એલર્ટ - Machu 3 dam gates were opened

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 7:49 PM IST

મચ્છુ 3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો (ETV Bharat Gujarat)

મોરબી: માળિયાના જુના સાદુળકા નજીક આવેલ મચ્છુ 3  ડેમમાં સિંચાઈ યોજનાના રૂલ લેવલ મુજબ પાણી ભરાઈ ગયેલ છે, તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થતા મચ્છુ 3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે.  

21 ગામોને એલર્ટ કરાયા: મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા, હરીપર અને ફતેપર સહિતના 21 ગામોને એલર્ટ આપવામા આવ્યું છે. જેથી મચ્છુ ૩ ડેમ ના અધિકારી દિવ્યેશ મોરીએ હેઠવાસના ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામા આવી છે. મોરબી જીલ્લામાં આજે સવારના 6 થી સાંજે 4 સુધીમાં મોરબીમાં 3MM, ટંકારામાં 13MM,  વાંકાનેરમાં 15 MM અને હળવદમાં 3MM વરસાદ નોંધાયો હતો.  

ABOUT THE AUTHOR

...view details