ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોસંબા રેલવે ઓવરબ્રિજ નીચેથી ત્યજી દીધેલી હાલતમાં, મૃત બાળકી મળી આવતા ચકચાર મચી - Dead girl found abandoned - DEAD GIRL FOUND ABANDONED

By ETV Bharat Gujarati Team

Published : Jun 16, 2024, 6:43 PM IST

સુરત: જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામના રેલવે ઓવરબ્રિજ નીચે એક સ્થાનિક પસાર થતા હતા, તે દરમિયાન તેઓની નજર બિનવારસી હાલતમાં રહેલ એક નવજાત શિશુ પર પડી હતી. જેથી તેઓ તુરત નજીક જઈને તપાસ કરતા તાજી જન્મેલી બાળકી હોવાનું માલુમ પડ્યું હતું. એટલે તેઓએ તુરત કોસંબા પોલીસનો સંપર્ક કર્યો હતો. કોસંબા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ કરતા નવજાત શિશુ મૃત હાલતમાં હતું. પોલીસે મૃતદેહનો કબજો લઇને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. કોઈ નિષ્ઠુર જનેતાએ પોતાના પેટનું પાપ છુપાવવા કે કોઈ મજબૂરીમાં આ નવજાત બાળકીને કોસંબા રેલવે ઓવરબ્રિજ નીચે ફેંકી દીધી હોવાનું અનુમાન છે. હાલ પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે બિનવારસી હાલતમાં મળી આવેલ નવજાત બાળકીના મૃતદેહને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

કોસંબા પોલીસ મથકના જમાદાર અરવિંદ ભાઈએ જણાવ્યું હતું કે, કોસંબા પોલીસની હદમાંથી આ મૃત બાળકી મળી આવેલ છે. બાળકીને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details