ગુજરાત

gujarat

ETV Bharat / videos

પુરપાટ ઝડપે આવતી બોલેરોની અડફેટે આવ્યો બાળક, પોલીસે બોલેરોચાલકની કરી ધરપકડ - Accident driver arrested - ACCIDENT DRIVER ARRESTED

By ETV Bharat Gujarati Team

Published : Jul 13, 2024, 8:04 PM IST

સુરત: 2 દિવસ અગાઉ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામ GIDCમાં એક પાંચ વર્ષિય સત્યમ નામનો બાળક દુકાનેથી બિસ્કીટ લઇને ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન પૂર પાટે આવતી રીવર્સ બોલેરો પીકઅપ લઇને આવી રહેલા ચાલકે બાળકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલ બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. માસૂમ બાળકનું અકસ્માતમાં મોત થતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. અકસ્માત સર્જીને ચાલક સ્થળ પર વાહન મૂકી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા કામરેજ પોલીસે સ્થળ પર દોડી બાળકના મૃતદેહનો કબ્જો લઇને પીકઅપ બોલેરો ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે પોલીસે પીકઅપ બોલેરો ચાલક શ્રવણ જાટની અટકાયત કરી હતી અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details