અમદાવાદના ગોતા-સાયન્સ સિટીમાં 6 ઇંચ વરસાદ, 5 અંડર બ્રિજ બંધ - rain in ahmedabad
Published : Jun 30, 2024, 5:13 PM IST
અમદાવાદ: શહેરમાં બપોર પડતા જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. તો કેટલાક વિસ્તારમાં રોડ પર નદીઓ વહી રહી છે. ગોતા અને સાયન્સ સિટીમાં 3 કલાકમાં 6 ઇંચ, બોપલમાં 4 ઇંચ, નરોડામાં 4 ઇંચ, ચાંદખેડા, સરખેજ, ચાંદલોડિયામાં 3 ઇંચ, ઉસ્માનપુરા 2 ઇંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: આજે ગુજરાતના 15થી વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 1 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને 27 જૂન થી 1 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં 45 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.