ગુજરાત

gujarat

તાપીના વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે નદીકાંઠેમાં ફસાયેલા 2 વ્યક્તિને એર લિફ્ટ કરાયા - 2 people were airlifted

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 10:22 PM IST

વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે નદીકાંઠેમાં ફસાયેલા 2 વ્યક્તિને એર લિફ્ટ કરાયા (etv bharat gujarat)

તાપી: જિલ્લામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદને કારણે વાલોડ તાલુકામાં આવેલી વાલ્મીકી નદી બે કાંઠે વહેતી થતાં વાલોડ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે વાલોડ તાલુકાના બહેજ ગામ નજીક નદી કાંઠે પશુપાલન અર્થે ગયેલા 5 લોકો પૈકી 2 લોકો ફસાઇ જતા તેમનું એરલિફ્ટ કરવામાં આવ્યું હતું. પાણીનો પ્રવાહ વધારે હોવાને લીધે હોડી વડે રેસ્કયું કરવાનું અશક્ય બનતા હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. વરસાદને પગલે નદી-નાળાઓમાં ભરપૂર પાણીની આવક નોંધાઇ હતી. નદીની આસપાસના ઘરોમાં પાણી ભરાઇ જતાં ઘરવખરી પણ પાણીમાં તણાઇ ગઇ હતી. નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોઈને તંત્ર દ્વારા લોકો નદી-નાળા પાસે ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details