ETV Bharat / state

જમજીર ધોધ પર રાજકોટના કપલને કેક કટિંગ પડ્યું મોંઘું, કોડીનાર પોલીસે નોંધી FIR, જાણો શું થયું - FIR against couple in Kodinar - FIR AGAINST COUPLE IN KODINAR

કોડીનાર પોલીસે એક કપલ સામે ફરિયાદ દાખલ કરી છે. આમાં જમજીર ધોધ પર કેક કટિંગ કરવું મોંઘું પડી ગયું છે. કપલની તસવીરો હોટલ સંચાલકે જાહેર પ્લેટફોર્મ પર મુકતા મામલો સામે આવ્યો હતો. - FIR against couple in Kodinar

જમજીર ધોધ પર કપલને કેક કટિંગ પડ્યું મોંઘું
જમજીર ધોધ પર કપલને કેક કટિંગ પડ્યું મોંઘું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2024, 9:50 PM IST

જુનાગઢ: જમજીર ધોધ પર સેલ્ફી લેવી રાજકોટના એક દંપતીની સાથે જમજીર નજીક આવેલા જમજીર રિટ્રીટ હોમ સ્ટેના માલિક પર જાહેરનામાં ભંગનો ગુનો કોડીનાર પોલીસ મથકમાં નોંધાયો છે. ગત 16 મી તારીખે અહીં રાજકોટનુ દંપતી જન્મદિવસની ઉજવણી કરવા આવ્યું હતું ત્યારે સેલ્ફી લેવામાં આવી હતી. જમજીર ધોધને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. જેથી અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો મુકવામાં આવ્યા છે. તેમ છતાં રાજકોટના દંપતીએ સેલ્ફી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જમજીર ધોધ પર કપલને કેક કટિંગ પડ્યું મોંઘું
જમજીર ધોધ પર કપલને કેક કટિંગ પડ્યું મોંઘું (Etv Bharat Gujarat)

જન્મદિવસની ઉજવણી મોંઘી પડી પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

રાજકોટના કુવાડવામાં રહેતા એક દંપતીને ગીરમાં આવેલા જમજીર ધોધ પર જન્મદિવસની ઉજવણી બાદ સેલ્ફી લેવી ભારે પડી છે. રાજકોટના દંપતીની સાથે જમજીર ધોધ નજીક આવેલા જમજીર રિટ્રીટ હોમ સ્ટેના માલિક સામે સરકારના જાહેરનામાના ભંગ કરવાનો ગુનો કોડીનાર પોલીસ મથકમાં નોંધાયો છે. પ્રતિબંધ હોવા છતાં અહીં સેલ્ફી લઈને હોટેલના સંચાલકે તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા રાજકોટના દંપતીની સાથે હોટેલ સંચાલક સામે ગુનો નોંધીને કોડીનાર પોલીસે તપાસ શરૂ કરી છે.

જમજીર ધોધ સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક

મધ્ય ગીરમાં આવેલો જમજીર ધોધ કોઈપણ પ્રવાસીને તેના તરફ આકર્ષી રહ્યો છે. એકદમ રમણીય લાગતો આ ધોધ એટલો જ ખતરનાક પણ માનવામાં આવે છે ભૂતકાળમાં અહીં અનેક કિસ્સાઓ અકસ્માતના બન્યા છે, જેમાં પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમજીર ધોધમાં નાહવા ઊંડા પાણીમાં જવા કે ધોધની કોતરો પર સેલ્ફી લેવી કાયમી ધોરણે પ્રતિબંધિત કરી છે. તેમ છતાં રાજકોટનું એક દંપતી સરકારી પ્રતિબંધનો ઉલાળીયો કરીને જન્મદિવસની ઉજવણી કર્યા બાદ તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો અને હાલ પોલીસે રાજકોટના દંપતી અને હોટેલના સંચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

  1. સુરતની નવી સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કર્યાનો આરોપ - VANDALISM IN THE CANTEEN
  2. GEB માં કૌભાંડ ! કોંગ્રેસના ભાજપ પર ગંભીર આક્ષેપ, પ્રજાના પૈસાની લૂંટ થાય છે - મનીષ દોશી - Scam in GEB

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.