ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઉમરપાડામાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદ, વરસાદના લીધે દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો - Devghat Falls - DEVGHAT FALLS

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 3:27 PM IST

સુરત: જિલ્લામાં છેવાડે આવેલ ઉમરપાડા તાલુકામાં વધુ એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.જેને પગલે ઉમરપાડા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં 12 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લીઘે નદી અને નાળાઓ છલકાયા છે.  આ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે. જેનાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે.  સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને લીઘે ઉમરપાડાનો દીવતન ગામનો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. તેની આસપાસના વાતાવરણમાં પ્રકૃતિનું સુંદર રુપ જોવા મળ્યું છે. હાલ ધોધમાં નવા નીરની આવક થઇ છે. દેવઘાટ ધોધ સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ છે. જેના લીધે સહેલાણીઓ ધોધનો અદ્ભૂત નજારો જોવા દૂર દૂર થી આવે છે.

ABOUT THE AUTHOR

...view details