ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલાયા, નદીકાંઠાના વિસ્તારમાં એલર્ટ આપ્યું - Ukai Dam

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2024, 1:21 PM IST

તાપી : દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 3,10,652 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે ઉકાઈ ડેમની જળ સપાટી 335.38 ફૂટ પર પહોંચી છે. ડેમનું લેવલ વટાવી જતા સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 11 દરવાજા 8 ફૂલ ખોલી દેવામાં આવ્યા છે. તાપી નદીમાં 1,51,832 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણી આવતા તબક્કાવાર પાણી છોડવાની પ્રક્રિયામાં વધારો કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ઉકાઈ ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી કાંઠાના વિસ્તારમાં લોકોને માછીમારી ન કરવા અને નદી પાસે ન જવા માટે તંત્ર દ્વારા ફરમાન પણ બહાર પાડવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details