ETV Bharat / state

ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી, જુઓ આગામી 3 દિવસ બાદ કેવું રહેશે તાપમાન - GUJARAT WEATHER UPDATE

રાજ્યમાં શિયાળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. જોકે, આગામી 3 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જાણો હવામાન વિભાગ ઠંડીને લઈને શું આગાહી કરી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2024, 8:34 AM IST

અમદાવાદ : ચાલુ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યભરમાં ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હાલમાં જ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં ટૂંકાગાળા માટે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. હાલ રાજ્યમાં પૂર્વથી પશ્ચિમ તરફના પવનો આવી રહ્યા છે, જેના કારણે તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી.

અંબાલાલ પટેલની આગાહી : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેશે. 28 અને 29 નવેમ્બર તથા ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. ઉતર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીનો ચમકારો જોવા મળશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે.

22 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે : પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા રહે. રાજ્યના ઘણા ભાગોમાં 28 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય તેવી આગાહી કરી છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે 22 ડિસેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

  1. ક્યારથી શરુ થશે શિયાળાની ઠંડી ! જૂનાગઢ કૃષિ હવામાન વિભાગે કરી આગાહી
  2. નવેમ્બર મહિનો ઓક્ટોબર જેવો ગરમ રહેશે! હવામાન વિભાગ તરફથી મોટી અપડેટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.