ગુજરાત

gujarat

ETV Bharat / state

નવા વર્ષના દિવસે રામરસ અને લવણ શા માટે લેવામાં આવે છે? જાણો શું છે રામરસનો ઇતિહાસ - DIWALI 2024

વિક્રમ સંવતના નવા વર્ષે રામરસ એટલે કે, શુકન લેવાની એક વિશેષ પરંપરા સનાતન ધર્મમાં આદી અનાદિકાળથી ચાલતી આવે છે.

નવા વર્ષના દિવસે રામરસ અને લવણ શા માટે લેવામાં આવે છે, જાણો રામરસનો ઇતિહાસ
નવા વર્ષના દિવસે રામરસ અને લવણ શા માટે લેવામાં આવે છે, જાણો રામરસનો ઇતિહાસ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2024, 8:37 PM IST

જૂનાગઢ: વિક્રમ સંવતના નવા વર્ષે રામરસ એટલે કે, શુકન લેવાની એક વિશેષ પરંપરા સનાતન ધર્મમાં આદી અનાદિકાળથી ચાલતી આવે છે. નવા વર્ષે શા માટે શુકન લેવું જોઈએ. કોના હાથે લેવામાં આવે છે ? રામરસ લવણ લેવાથી કેવાલાભ થાય છે? તેને લઈને સબરસ પર વાચો અમારો વિશેષ અહેવાલ.

નવું વર્ષ અને રામ રસનો ઇતિહાસ: આવતી કાલથી વિક્રમ સંવતના 2081 ના નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે નવા વર્ષે શુકન કે જેને રામરસ લવણ અને સબરસના નામથી પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર વિક્રમ સંવતના નવા વર્ષે પ્રત્યેક ઘરમાં ગૃહિણીઓ દ્વારા સબરસની ખરીદી કરવામાં આવતી હોય છે. જે ખૂબ જ શુકનવંતુ માનવામાં આવે છે.

નવા વર્ષના દિવસે રામરસ અને લવણ શા માટે લેવામાં આવે છે, જાણો રામરસનો ઇતિહાસ (Etv Bharat gujarat)

સતયુગમાં દેવો દ્વારા પ્રસ્થાપિત કરાઇ પરંપરા: સતયુગમાં દેવો દ્વારા આ પરંપરાને પ્રસ્થાપિત કરાઈ હતી. જે આજે આધુનિક યુગમાં પણ જોવા મળે છે. રામરસના નામે ઓળખાતું શુકન કે જેમાં આખું મીઠું અને કેટલાક મગના દાણા હોય છે. જેને નવા વર્ષે વાલ્મિકી સમાજના લોકોના હાથે ખરીદીને ઘરમાં લાવવાથી ખૂબ શુકનવંતું માનવામાં આવે છે. જેથી વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસે ગૃહિણીઓ રામરસ એટલે કે લવણને ખરીદીને ઘરમાં સુકનના શ્રી ગણેશ કરે છે.

નવા વર્ષના દિવસે રામરસ અને લવણ શા માટે લેવામાં આવે છે, જાણો રામરસનો ઇતિહાસ (Etv Bharat gujarat)

નવા વર્ષે રામરસ લેવાની વિશેષ પરંપરા: વિક્રમ સંવતના નવા વર્ષે શુદ્ર દ્વારા રામરસ એટલે કે શુકન ખરીદવાની જે પરંપરા છે. તે આદી અનાદિકાળથી શરુ થઈ છે. વાલ્મિકીઓને ભગવાનના ચરણ સમાન માનવામાં આવે છે. જેથી નવા વર્ષે વાલ્મિકીના હાથે ખરીદેલું શુકન સ્વયં પ્રભુના હાથે આપવામાં આવેલા શુકન તરીકે માનવામાં આવે છે. જેથી નવા વર્ષે શુકનને લેવાની પણ એક વિશેષ પરંપરા જોવા મળે છે.

નવા વર્ષના દિવસે રામરસ અને લવણ શા માટે લેવામાં આવે છે, જાણો રામરસનો ઇતિહાસ (Etv Bharat gujarat)

સકારાત્મક ઊર્જાનું ઘરમાં સંચય: વધુમાં લવણનું દાન મૃત્યુ બાદ પણ કરવામાં આવતું હોય છે. કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ જો રામરસ કે લવણનું દાન કરવામાં આવે તો યમરાજા પ્રસન્ન થતા હોય છે. તેવી જ રીતે નવા વર્ષે સુકનની ખરીદી કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઊર્જાનું ઘરમાં સંચય થાય છે. જેથી પણ નવા વર્ષે લવણ એટલે કે શુકનને ખરીદવાની એક વિશેષ પરંપરા આજે પણ આધુનિક યુગમાં જળવાતી જોવા મળે છે.

નવા વર્ષના દિવસે રામરસ અને લવણ શા માટે લેવામાં આવે છે, જાણો રામરસનો ઇતિહાસ (Etv Bharat gujarat)

આ પણ વાંચો:

  1. ડાકોરના ઠાકોરનો અન્નકૂટ લૂંટાયો, ભાવિકોમાં લૂંટની અનોખી પરંપરા- Video
  2. રાજકોટમાં ફટાકડા ફોડવા બાબતે યુવાનની હત્યા, આરોપી ફરાર

ABOUT THE AUTHOR

...view details