હૈદરાબાદ: દેશમાં ચોમાસું તેના છેલ્લા તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યું છે, તેમ છતાં ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી છે. વરસાદની મોસમમાં વીજળી પડવી સામાન્ય બાબત છે. અહીં કુદરતી વીજળીને ચમકતા જોઇને પ્રસન્નતા થાય છે. તે અત્યંત જોખમી પણ હોઈ શકે છે. તમને એ ખબર જ હશે કે આકાશી વીજળી માણસો માટે જીવલેણ સાબિત થાય છે.
પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે વીજળી કેવી રીતે ચમકે છે? તે જમીન પર કેવી રીતે પડે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? અહીં અમે વીજળી પડવાની અને જમીન પર પડવાની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપવાના છીએ. તો ચાલો જાણીએ આ પ્રક્રિયા કેવી રીતે થાય છે.
કેવી રીતે બને છે વીજળી: વીજળી એક પ્રકારનો ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જ છે. જે વાદળોના ઘર્ષણના કારણે બને છે. વીજળી બનવાની પ્રક્રિયામાં વાદળાઓમાં વિદ્યુત આવેશોનું સંચયથી શરુ થાય છે. જ્યારે વરસાદમાં વાદળા બને છે. તો વાદળમાં અપડ્રાફ્ટ અને ડાઉનડ્રાફ્ટને કારણે, પાણીના ટીપાં અને બરફના સ્ફટિકો એકબીજા સાથે અથડાય છે, જે વીજળી બનાવે છે.
વીજળી પડવામાં વરસાદની ભૂમિકા: વીજળી પડવામાં વરસાદની ભૂમિકા બહુ જ મહત્વપૂર્ણ છે. વરસાદ જેટલો ભારે હશે. વીજળી પડવાની સંભાવના એટલી જ વધારે રહેશે.
બરફ અને પાણી વચ્ચે ટક્કરાવ:વરસાદ, વાદળાઓમાં બરફ અને પાણીનું મિશ્રણ બનાવવામાં મદદ કરે છે.એટલે જ જ્યારે બરફના કણો વાદળાઓ સાથે અથડાય છે. ત્યારે વિશાળ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. જેના કારણે વિદ્યુત તરંગો અલગ પડે છે.
ઇલેક્ટ્રિક ચાર્જનું વિભાજન:વાદળનો ઉપરનો ભાગ હકારાત્મક (પ્લસ) ઊર્જા ઉત્પન્ન કરે છે, જ્યારે વાદળનો નીચેનો ભાગ નકારાત્મક (માઈનસ) ઊર્જા ઉત્પન્ન કરે છે. જ્યારે આ બે ભાગો એકબીજા સાથે અથડાય છે, ત્યારે તેમાંથી ઇલેક્ટ્રિક ચાર્જ છૂટી જાય છે, જેના કારણે સ્પાર્ક થાય છે, જેને આકાશી વીજળી કહેવામાં આવે છે.
લીડર સ્ટ્રોક શું છે: જેમ જેમ વાદળોમાં વિદ્યુત ચાર્જ બને છે, તેની સાથે આયનાઇઝ્ડ હવાના અણુઓની ચેનલ પણ બને છે. તેને લીડર સ્ટ્રોક પણ કહેવામાં આવે છે. આ ચાર્જ વાદળ અને જમીન વચ્ચે સર્જાય છે.
કેવી રીતે વીજળી જમીન પર પડે છે:જ્યારે લીડર સ્ટ્રોક જમીન પર પહોંચે છે, ત્યારે સ્ટ્રોક વીજળી માટે એક એક રસ્તો બનાવે છે. આને રીટર્ન સ્ટ્રોક તરીકે ઓળખાય છે. આપણે આ સ્ટ્રોકને વીજળી તરીકે જોઈએ છીએ. રિટર્ન સ્ટ્રોક 50 હજાર ડિગ્રી સેલ્સિયસના તાપમાન સુધી પહોંચી શકે છે, જે સૂર્યની સપાટી કરતાં પાંચ ગણું વધુ ગરમ છે.
વીજળીથી પોતાને કેવી રીતે બચાવશોઃ વીજળીની ચમક દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આના જોખમો વિશે પણ જાણકારી હોવી ખૂબ જરુરી છે, અહી આપને કેટલાક સુરક્ષા ઉપાયો જણાવવા જઇ રહ્યા છીએ. જેને અપનાવીને આપણે કુદરતી વીજળીથી પોતાની જાતની સુરક્ષા કરી શકીએ છીએ.
મોસમ પર નજર રાખો: દેશની સાથે સાથે રાજ્ય સરકારનું મોસમ વિભાગ પણ વરસાદના સમયે લોકોનો એલર્ટ આપતું રહે છે. આ સિવાય તમે હવામાન સંબંધિત સમાચાર પણ જોઈ શકો છો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અને ચેતવણીઓ પર દરેક વ્યક્તિએ નજર રાખવી જોઈએ.
સલામત સ્થળ શોધવું મહત્વપૂર્ણ છે:ચેતવણી મળ્યા પછી પણ, જો તમારે વરસાદ દરમિયાન ઘરની બહાર નીકળવું પડે, અને તમે વરસાદમાં ફસાઈ જાઓ અને તમે ગાજવીજ, ચમકારા અને વીજળી જુઓ, તો ગભરાવાની જરૂર નથી. આ સમય દરમિયાન તમારે તરત જ સલામત આશ્રય શોધીને તેની નીચે ઊભા રહેવું પડશે. નોંધનીય બાબત એ છે કે વરસાદમાં ઝાડ નીચે ઊભા ન રહેવું જોઈએ.
વીજળીનું સંચાલન કરતી વસ્તુઓને ટાળો: જ્યારે તમે સુરક્ષિત સ્થાન શોધી રહ્યા હોવ, ત્યારે ધાતુની વાડ, ઇલેક્ટ્રિક થાંભલા જેવી કેટલીક વિદ્યુત વાહક વસ્તુઓ ટાળવી જોઈએ. તેમજ જો તમારી પાસે મોબાઈલ ફોન હોય તો તેને સ્વીચ ઓફ કરી દો. કારણ કે મોબાઈલ ફોનમાંથી નીકળતી વિદ્યુત તરંગો વીજળીને આકર્ષી શકે છે અને તમને આંચકો લાગવાની શક્યતા વધી જાય છે.
- 2024 રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 આવતીકાલે લૉન્ચ થવા જઈ રહી છે, જાણો અહીં શું નવું ઉપલબ્ધ થશે - - Royal Enfield Classic 350 Launch
- શું ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ લાગશે? શું તમારું પણ આ એપ પર એકાઉન્ટ છે? સાવચેત રહેજો! - Investigation on Telegram in India