ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં સિંહ અને દીપડાની સંખ્યા, જાણો છેલ્લા ત્રણ વર્ષમાં હુમલાના બનાવ વિશે - BHAVNAGAR LION LEPORD CONDITION

ભાવનગર વનવિભાગ દ્વારા સંઘર્ષ ઘટાડવા પગલાં ભરાય છે. જિલ્લામાં દીપડા સિંહના હુમલામાં કેટલા ઈજાગ્રસ્તના બનાવો અને મોત તેમજ વનવિભાગે કેવી લીધી કાળજી જાણીએ.

ભાવનગરમાં સિંહ અને દીપડા
ભાવનગરમાં સિંહ અને દીપડા (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 30, 2024, 12:34 PM IST

ભાવનગર:ભાવનગર જીલ્લો સિંહનું ઘર બની ચૂક્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સિંહો પોતાનું સ્થળાંતર કરતા રહે છે, તેવામાં મનુષ્ય સાથેનું ઘર્ષણ સિંહ દીપડાનું પણ સામે આવતું હોય છે. જો કે ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સિંહ દીપડા વગેરે જેવા જંગલી પ્રાણીઓને લઈને માનવ સાથેના સંઘર્ષોના બનાવો કેટલા રહ્યા અને વન વિભાગ દ્વારા શું કાળજી લેવાય છે તેને લઈને જાણીએ.

સિંહ દીપડાની સંખ્યા અને વન વિભાગનો વિસ્તાર:ભાવનગર જિલ્લામાં સિંહનું પ્રથમ વસવાટ પાલીતાણાનું શેત્રુંજી ડેમનો કાંઠાળ વિસ્તાર છે. જો કે તેના પહેલા તેઓ જેસર પંથકમાં પણ હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી સિંહનો વસવાટ અલગ અલગ તાલુકાઓમાં થવા પામ્યો છે, ત્યારે DFO સૈયદ મુંજાવર સાહેબે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ 302 સ્કવેર કિલોમીટર વન વિભાગનો વિસ્તાર છે. જેમાં 2020 મુજબ સિંહની વસ્તી 74 અને 2023 મુજબ દીપડાની વસ્તી 55 નોંધાયેલી છે. આ બંને પ્રાણીઓને ઉપર વન વિભાગ દ્વારા ખાસ નજર રાખવામાં આવતી હોય છે.

ભાવનગરમાં સિંહ અને દીપડાની સંખ્યા, જાણો છેલ્લા ત્રણ વર્ષમાં હુમલાના બનાવ (Etv Bharat Gujarat)

મનુષ્ય ઉપર ત્રણ વર્ષમાં હુમલાના બનાવ: ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો જેસર, પાલીતાણા, ગારીયાધાર, મહુવા, તળાજા અને ભાવનગરના ભડી ભંડારીયા તેમજ સિહોર પંથકમાં પણ સિહોના વસવાટ છે, ત્યારે DFO સૈયદ મુંજાવરે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં જોઈએ તો મનુષ્ય સાથેના સંઘર્ષ એટલે કે મનુષ્ય ઉપર હુમલો કર્યો હોય તેવા ત્રણ બનાવો છે. જેમાં એક બનાવવામાં ઝરખે હુમલો કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં સિંહ અને ત્રીજા બનાવમાં દીપડાએ હુમલો કર્યો હોવાનું નોંધાયેલું છે, જ્યારે માનવ મૃત્યુ થવા પામ્યું નથી.

વનવિભાગે પ્રાણીઓ સાથે સંઘર્ષ રોકવા પ્રયત્ન: ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે ખેતી થતી હોય ત્યારે વન વિભાગના DFO સૈયદ મુંજાવરે જણાવ્યું હતું કે અમે મનુષ્ય સાથે સંઘર્ષ થાય નહિ એ માટે ખેતરોમાં ખેડૂતો માટે માચડા ઉભા કરી રહ્યા છીએ. ગયા વર્ષે અમે 55 જેટલા માચડાઓ ખેડૂતોને આપ્યા છે. આ માચડાઓ લોખંડના હોય છે જેમાં ખેડૂત આરામથી રાત્રિ દરમિયાન ખેતરમાં કોઈ ડર વગર સૂઈ શકે છે અને પોતાના ખેતરની રખેવાળી કરી શકે છે. આ સાથે ખુલ્લા કુવા હોય તેને દિવાલ બનાવવાનું કામ પણ અમે કર્યું છે. ગયા વર્ષે 121 ખુલા કુવાઓને દિવાલ બનાવી હતી. જેથી વન્ય પ્રાણીઓની રક્ષા થઈ શકે.

આ પણ વાંચો:

  1. જન્મના દાખલાનો ડખ્ખો: ડિજિટલ યુગમાં ધમરધક્કા ખાતા ભાવનગરના અરજદારો, અધિકારીએ કહ્યું...
  2. ખ્યાતિકાંડમાં બદલાયેલા નિયમે સુવિધા છીનવી: ભાવનગરમાં કાર્ડિયાક સેવા માટે PMJAY યોજનામાં એક જ હોસ્પિટલ!

ABOUT THE AUTHOR

...view details