ગુજરાત

gujarat

ETV Bharat / state

પશ્ચિમ રેલવે દિવાળી દરમિયાન મુસાફરો માટે "સ્પેશિયલ ટ્રેન" દોડાવશે, વાંચો સંપૂર્ણ વિગત - Diwali Special Train - DIWALI SPECIAL TRAIN

દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આગામી દિવાળી અને છઠ પૂજા માટે અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-સીતામઢી વચ્ચે દિવાળી સ્પેશિયલ ટ્રેન દોડશે.

દિવાળી દરમિયાન મુસાફરો માટે "સ્પેશિયલ ટ્રેન"
દિવાળી દરમિયાન મુસાફરો માટે "સ્પેશિયલ ટ્રેન" (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2024, 10:35 AM IST

અમદાવાદ :પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવાર તથા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ-દાનાપુર-અમદાવાદ અને સાબરમતી-સીતામઢી-અમદાવાદ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર દોડશે. જાણો સમગ્ર વિગત...

અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ ટ્રેન :ટ્રેન નંબર 09457 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ ટ્રેન 6 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી દર રવિવારે અમદાવાદથી સવારે 8:25 કલાકે ઉપડશે, જે બીજા દિવસે બપોરે 3:00 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09458 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 7 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી દર સોમવારે દાનાપુરથી સાંજે 6:10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે વહેલી સવારે 3:00 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન આવતા અને જતા માર્ગમાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બ્યાવર રાજગઢ, રૂઠિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, સોની, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર અને આરા રેલવે સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનના થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ હશે.

સાબરમતી-સીતામઢી સ્પેશિયલ ટ્રેન :ટ્રેન નંબર 09421 સાબરમતી-સીતામઢી સ્પેશિયલ ટ્રેન 5 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દર શનિવારે સાબરમતીથી સાંજે 7:45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 8:30 કલાકે સીતામઢી પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09422 સીતામઢી-સાબરમતી સ્પેશિયલ ટ્રેન 7 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી દર સોમવારે સીતામઢીથી સાંજે 4:00 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 6:00 કલાકે સાબરમતી પહોંચશે.

આ ટ્રેન આવતા અને જતા માર્ગમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનૌ બારાબંકી, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, સિસવા બજાર, નરકટિયાગંજ અને રક્સૌલ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ હશે.

બુકિંગ ક્યારથી થશે ?ટ્રેન નંબર 09457 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અને 09421 સાબરમતી-સીતામઢી સ્પેશિયલ માટે બુકિંગ 29 સપ્ટેમ્બરથી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્ર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકે છે.

  1. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન'
  2. કચ્છમાં થયું વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ: હવે નવી વંદે ભારત ટ્રેન દોડતી મળશે

ABOUT THE AUTHOR

...view details