બનાસકાંઠા:જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. વાવ-થરાદને જિલ્લો જાહેર કરતા ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. ત્યારે વાછોલ બોર્ડરના ગામડાના ગ્રામજનો એકત્રિત થઈ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ધાનેરામાં છેલ્લાં આઠ દિવસથી વિભાજનને લઈને વિરોધનો વંટોળ ઊભો થયો છે, ત્યારે ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. ધાનેરાના વાછોલ બોર્ડર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના વિભાજનના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ધાનેરા બોર્ડર વિસ્તારના ગામલોકો રસ્તા પર ઉતર્યા (Etv Bharat Gujarat) વાછોલ બોર્ડરથી અંદાજિત 100 કિલોમીટર દૂર આવેલો થરાદ વાવ જિલ્લો દૂર થતો હોવાથી બનાસકાંઠામાં યથાવત રાખવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રોષે ભરાયેલા લોકોએ રસ્તો રોકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, ગામ લોકોએ,' અમારો જીલ્લો બનાસકાંઠા જિલ્લો' જેવા સુત્રોચ્ચાર કરીને સરકાર સુધી અવાજ પહોંચડાવાનો પ્રયાસ કર્યો.
લોકોની એ પણ દલીલ છે કે અમારો વ્યવહાર બનાસકાંઠા જિલ્લામાં છે, તો સાથે સાથે હોસ્પિટલની સુવિધાઓ અને માર્કેટનો વહેવાર પણ બનાસકાંઠામાં હોવાથી સરકાર યોગ્ય નિર્ણય લે. જો તેમની માંગ સંતોષવામાં નહીં આવી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની પણ ચિમકી ઉચ્ચારી છે'
- વાવ થરાદ નવા જિલ્લાને લઈને ધાનેરાના લોકોમાં રોષ, બંધ પાળીને નોંધાવ્યો વિરોધ
- વાવ થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાતા લોકો નાખુશ, યુવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા