સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગરના જગત વિખ્યાત તરણેતરના મેળામાં ભોજપુરી મહિલા ડાન્સ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાલ તો સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે આ મેળામાં આ પ્રકારે ડાન્સ પ્રદર્શનને લઈને મેળા સાથે જોડાયેલા પારંપરિક લોકોમાં નારાજગી જોવા મળી હતી.
તરણેતરના ભાતીગળ મેળામાં ભોજપુરી ડાન્સના ઠુમકા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ ઉહાપોહ - Bhojpuri dance in Tarnetar Mela - BHOJPURI DANCE IN TARNETAR MELA
સુરેન્દ્રનગર થાન તાલુકાના તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ લોકમેળામાં ભોજપુરી મહિલા ડાન્સરો દ્વારા તરણેતરના મેળામાં હિન્દી ફિલ્મી ગીતો પર ડાન્સ કરતી પડે તેવી વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લઈને ભારે ઉહાપોહ મચ્યો છે. - Surendranagar tarnetar mela bhojpuri dace viral video
Published : Sep 20, 2024, 4:22 PM IST
થાન તાલુકાના તરણેતરના વિશ્વપ્રસિદ્ધ લોકમેળામાં સંસ્કૃતિ ભુલાય હોય તેવા વીડિયો સતત વાયરલ થયા છે ત્યારે આ વીડીયો વાયરલ થતા જેમાં ભોજપુરી મહિલા ડાન્સર્સ દ્વારા તરણેતરના મેળામાં હિન્દી ફિલ્મ ગીત પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોઈને ઘણા આ ડાન્સને અશ્લીલ ડાન્સ સાથે સરખાવે છે. ત્યારે મેળા તરણેતરના મેળામાં વર્ષોથી ઉડો રાસ માલધારી રાજ દુઆ લોકનૃત્ય છંદ આકર્ષણનો કેન્દ્ર બને છે. ગ્રામીણ સાંસ્કૃતિક પરંપરા આ મેળામાં જોવા મળતી હોય છે ત્યારે તેને આ ભોજપુરી અશ્લીલ ડાન્સના વીડીયો થકી લોક સંસ્કૃતિ ભુલાતી નજરે પડી હતી.
આ અંગે ઇટીવી ભારત સાથે વાત કરતા અધિક કલેકટર આર એ ઓઝાએ જણાવ્યું હતું કે. આ અંગે વીડિયોની પુષ્ટિ કરવામાં આવશે કે આ વીડીયોમાં છેડછાડ કરવામાં આવી છે કે રિયલ વીડિયો છે અને ખરાઈ કર્યા બાદ જો આમાં પ્લોટના ધારકો અને પ્લોટ અને રાઇડ્સના માલિકોની સંડોવણી સાથે પુષ્ટિ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આ અંગે ચોટીલા પ્રાંત અધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.