ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી GIDCને 'સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ' કેટેગરીમાં બેસ્ટ એવોર્ડ, દેશની 140 GIDCમાં મળ્યું પ્રથમ સ્થાન - VAPI GIDC AWARD

દિલ્હીમાં આયોજિત 97મા ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં 'સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ' માટેના પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે.

વાપી GIDCને મળ્યો એવોર્ડ
વાપી GIDCને મળ્યો એવોર્ડ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2024, 10:40 PM IST

વાપી: દિલ્હીમાં આયોજિત 97મા FICCI (Federation of India Chambers of Commerce & Industry)ની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC) ને 'સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ' શ્રેણીમાં બેસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ GIDC માં ઉભી કરેલી ગ્રીનરી, CETP કાર્યક્ષમતા, ઉદ્યોગો માટે 24 કલાક પાણી, વીજળી, રસ્તા, ગટર સહિતની ઉત્તમ સુવિધાઓને ધ્યાને લઇ અપાયો છે.

દિલ્હીમાં આયોજિત 97મા ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં 'સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ' માટેના પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે. જેમાં વાપી GIDC, VIA અને નોટીફાઈડ એરીયા ઓથોરીટીના સતત કાર્યક્ષમ પ્રયત્નોથી Excellence એવોર્ડ પ્રાપ્ત કરી ભારતની તમામ GIDC માં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વાપી GIDCને મળ્યો એવોર્ડ (ETV Bharat Gujarat)

18 રાજ્યોની GIDCમાં મળ્યું પ્રથમ સ્થાન
ગુજરાતના વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC) ને 'સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ' શ્રેણીમાં શ્રેષ્ઠતા માટેનો ફિક્કી પુરસ્કાર આપવામાં આવ્યો છે. જે અંગે GIDC ના એક્ઝિક્યુટિવ એન્જીનીયર ડી. બી. સગરે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દેશના કુલ 18 રાજ્યના 140 ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એટલે કે GIDCએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વાપી GIDC ને સ્વચ્છતા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં પ્રથમ રેન્ક આપ્યો છે. જે સમગ્ર વાપી GIDC ના ઉદ્યોગો માટે પ્રાઉડ મોમેન્ટ છે.

આ સર્વેક્ષણ માટે ખાસ ટીમે વાપી જીઆઇડીસીની મુલાકાત લીધી હતી. અલગ અલગ સર્વે કર્યા હતા. જેમાં જીઆઇડીસીમાં કેવી એક્ટિવિટી થાય છે? ઉદ્યોગોને અને રહેવાસીઓને કેવી સુવિધાઓ અપાય છે? પર્યાવરણ બાબતે કેવી કાળજી રાખવામાં આવે છે? તેના દસ્તાવેજ માંગ્યા હતા. જે બાદ તે દસ્તાવેજ આધારે સંપૂર્ણ સર્વે કર્યો હતો. જેમાં વાપી GIDCની કામગીરી અવલ દરજ્જાની જોવા મળી હતી.

સ્વચ્છતા, ડોર ટુ ડોર કલેક્શન, પાણી વિતરણ વ્યવસ્થા, ગટર લાઇન, CETPની કાર્યક્ષમતાને નિહાળી ટીમે તેનું એનાલિસિસ કર્યું હતું. તે બાદ આ પુરસ્કાર એનાયત કર્યો છે. સર્વે માટે આવેલી ટીમને વાપી GIDC માં ઇન્ડસ્ટ્રીને અપાતી ફિલ્ટર વોટર સપ્લાયની સિસ્ટમ અદભુત લાગી હતી. એ ઉપરાંત ડ્રેનેજ માટેની વ્યવસ્થા, ઇન્ડસ્ટ્રીમાં GPCB નું મોનિટરિંગ, CETP અને અન્ય ઉદ્યોગો આસપાસ કરેલું વૃક્ષારોપણ મહત્વનું હતું. આ પ્રકારનો એવોર્ડ કદાચ વાપીને પ્રથમ વખત મળ્યો છે. જે ગ્રીનબેલ્ટને ડેવલોપ કરવામાં અને સ્વચ્છતાને વધુને વધુ પ્રાધાન્ય આપવા સાથે વધુ સુવિધાઓ આપવામાં ઉત્સાહ પૂરો પાડશે.

વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, સદર પુરસ્કાર GIDC દ્વારા ઉધોગકારોને પુરું પાડવામાં આવતી આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રોડ, પાણી, ભુગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, જાહેર જનતા માટેની યુટીલીટી તેમજ ડોર ટુ ડોર ગારબેજ કલેકશન વગેરે સુવિધાને અને ખાસ કરીને VIA દ્વારા સંચાલિત ગ્રીન સોસાયટીની પહેલને કારણે મળ્યો છે. વાપી ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં ઘણા બધા ગ્રીન બેલ્ટ તેમજ પોકેટ ગાર્ડન બનાવ્યા, જે સ્વચ્છ ગ્રીન એસ્ટેટ બનાવવાના પ્રયત્નોને પણ ધ્યાને લેવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો:

  1. કચ્છમાં હાથીદાંતની બંગડીઓ બનાવી ગેરકાયદે વેચાણ કરવાના કારસ્તાનનો પર્દાફાશ, 4 શખ્સોની ધરપકડ
  2. સરકારના રૂ. 616 કરોડ મેળવી ગુજરાતના 4,000થી વધુ વિદ્યાર્થીઓનું વિદેશમાં ભણ્યા, જાણો કેવી રીતે?

ABOUT THE AUTHOR

...view details