વલસાડ: વલસાડના મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડરનો મામલોમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. પોલીસે પકડેલા આરોપીએ રિમાન્ડ દરમિયાન વધુ એક હત્યા કરી હોવાની વાત કબૂલી છે. ડભોઈમાં અલ્પદ્રષ્ટિ ધરાવતા એક યુવકની લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. એટલે કે સીરીયલ કિલરે હદ વટાવી 5 રાજ્યોમાં 25 દિવસમાં 5 હત્યા તો કરી, પરંતુ તપાસ દરમ્યાન વધુ એક હત્યા કરી હોવાનું ખુલતા કુલ 6 હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.
વલસાડ રેપ વિથ મર્ડર કેસમાં વધુ એક ખુલાસો (ETV Bharat Gujarat) રેપ વિથ મર્ડર કેસમાં 10 દિવસના રિમાન્ડમાં આરોપીએ વધુ એક ગુનો કબૂલ્યો
વલસાડ જિલ્લામાં હાલમાં જ પારડી તાલુકાના મોટીવાડા ગામે ઉદવાડા સ્ટેશનથી રાત્રિ દરમિયાન ટ્યુશન પતાવી ફોન ઉપર વાત કરતાં પાછા જઈ રહેલી એક 19 વર્ષથી યુવતીને પોતાનો શિકાર બનાવી તેને મોઢું દબાવી બેહોશ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારી તેનું ગળું દબાવી હત્યા કરાઈ હતી. આરોપીને પોલીસે 10 દિવસ બાદ ઝડપી લીધો હતો જે બાદ આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જેને જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલો આરોપી સીરીયલ કિલર છે. પોલીસે પકડ્યા બાદ 10 દિવસના રિમાન્ડ દરમિયાન તેણે વધુ એક હત્યાનો ગુનો તેણે કબૂલ્યો છે.
છઠ્ઠી હત્યા કોની કરી?
પોલીસ તપાસમાં આરોપીએ ગત તારીખ 8મી જૂનના રોજ ડભોઇમાં એક અલ્પદ્રષ્ટિ ધરાવતા યુવકની લૂંટના ઈરાદે હત્યા કરી નાખી હોવાનું કબૂલ્યું હતું. રિમાન્ડ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે 8મી જૂનના રોજ ડભોઈમાં રેલ્વેના વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો. તે દરમિયાન અલ્પદ્રષ્ટિ ધરાવતા એક યુવક સાથે તેણે આત્મીયતા કેળવી અને તેને પ્રતાપ નગર રેલવે સ્ટેશન બાદના બે સ્ટેશન ગયા બાદ નીચે ઉતારી લીધો હતો.
આરોપીએ અલ્પદ્રષ્ટિ ધરાવતા યુવકની લૂંટના ઈરાદે હત્યા કરી નાખી (ETV Bharat Gujarat) સાંકળ વડે ગળું દબાવી હત્યા કરી રોકડ અને રૂપિયા લૂંટી લીધા
બાદમાં વડોદરા રેલ્વે સ્ટેશન જતા રોડ ઉપર સ્ટેશનથી થોડે દૂર ખુલ્લા પ્લોટમાં યુવકને આરોપી લઈ ગયો અને તેની સાથે જપાજપી કરીને સાંકળ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પછી તેની પાસે રહેલા રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન ખેંચી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું તેણે જણાવ્યું હતું. જો કે તેણે કરેલા વર્ણન અંગે પોલીસે તપાસ કરતા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ગુના અંગેની નોંધ કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. એટલે કે તેણે હત્યા કરી હોવાની વાત હકીકત સાબિત થઈ છે. આમ વલસાડ પોલીસે પકડેલા સીરીયલ કિલરના રિમાન્ડ દરમ્યાન ડભોઈમાં થયેલી હત્યાનો ગુનો ઉકેલાયો છે.
આ પણ વાંચો:
- ભાવનગર મનપાએ સરકાર પાસે માંગ્યા 99 કરોડ રૂપિયા, જાણો શું છે 'સ્પેશિયલ પ્રોજેક્ટ'
- સુરત નજીક મળ્યો સળગેલી હાલતમાં મૃતદેહ, પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો