ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ, ડાંગરના પાકને થયું નુકસાન

વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુર સહિત જિલ્લાના અનેક તાલુકામાં વ્યાપક પ્રમાણમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

વલસાડ જિલ્લામાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ
વલસાડ જિલ્લામાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ (Etv Bharat gujarat)

વલસાડ: જિલ્લામાં નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડ્યા બાદ આજે ફરી બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. કપરાડા અને ધરમપુર સહિત જિલ્લાના અનેક તાલુકામાં વ્યાપક પ્રમાણમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

કપરાડામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ:વલસાડ જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડા તાલુકામાં બપોરના સમયે બે કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ તીવ્ર ગતિના પવન સાથે ગાજવીજ સાથે આવેલા વરસાદને કારણે અનેક જગ્યા ઉપર ઝાડ પડવાની ઘટનાઓ બની છે. એક રસ્તા ઉપર ઝાડની ડાળીઓ પડવાની અને વીજપોલ પડી જવાની ઘટના બની છે.

વાપી તાલુકામાં એક ઇંચ વરસાદ:બપોરે બેથી ચાર દરમિયાન બે કલાકમાં વાપી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઇને અનેક નિંચાણ વાળા ક્ષેત્રોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે પડેલા વરસાદના લીધે વાતાવરણમાં ઊકળાટનો અંત આવ્યો હતો. સતત એક કલાક ઉપર પડેલા વરસાદને પગલે અનેક સ્થળે વરસાદી પાણી રોડ ઉપર ભરાયાં હતા.

ડાંગરના પાકને નુકશાનની શક્યતા: વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન મુખ્ય પાક તરીકે ડાંગર વાવવામાં આવે છે. વલસાડ જિલ્લામાં કુલ 35000 હેક્ટરમાં ડાંગરનો પાક થાય છે. આ વર્ષે પણ નવરાત્રી બાદ ડાંગરની કાપણી શરૂ થાય છે. પરંતુ સતત વરસી રહેલા વરસાદને પગલે ડાંગરના ઉભા પાકને વરસાદને લઈને નુકસાન થવાની ભીતિ સર્જાય છે. ત્યારે જિલ્લામાં મળી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો વિષય છે.

મોટાપોઢાં-ધરમપુર રોડ ઉપર નીલગીરીના વૃક્ષો ધરાશાઇ: વાપી-શામળાજી હાઇવે ઉપર મોટાપોઢાં ધરમપુર મુખ્ય માર્ગ ઉપર તીવ્ર પવન સાથે આવેલા વરસાદને કારણે અનેક જગ્યા ઉપર નાના મોટા વૃક્ષો પડવાની ઘટનાઓ બની છે. મોટાપોંઢા નજીક મુખ્ય માર્ગ ઉપર એક મોટું તોતિંગ નીલગીરીનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર આડુ પડી જતા વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો. જોકે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને વૃક્ષને ખસેડવાની કામગીરી ચાલુ હતી. જોકે આ વૃક્ષની ડાળીઓ ઈલેક્ટ્રીક વીજપોલ ઉપર પડતા અનેક વીજપોલ પણ ધરાશાઈ થયા છે.

ખેતરોમાં તૈયાર ડાંગરના પાકને નુકસાન: વલસાડ જિલ્લામાં 35,000 હેક્ટરમાં ડાંગરનો પાક કરવામાં આવે છે. સામાન્ય રીતે દશેરો પૂર્ણ થયા બાદ દરેક ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર થયેલા ડાંગરના પાકને કાપવા માટે ઉતરી જતા હોય છે અને કાપણીની સિઝન શરૂ થાય છે. પરંતુ આ વખતે વરસાદના કારણે પરિસ્થિતિ ઉલટી બની છે. ડાંગરના ઉભા પાકમાં વરસાદ થતાં ડાંગરના ખેતરોમાં જ ખાડા પડી ગયા છે અને એમાં જ વરસાદી પાણી તથા તેના ઉપર તૈયાર થયેલા દાણા ફરીથી ખેતરમાં નીચે બેસી ગયા છે. જેના કારણે તૈયાર ડાંગરના પાકને નુકસાની વહોરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો:

  1. ભુજના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે સર્જી તારાજી, મગફળીના પાકમાં ભારે નુકસાની
  2. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના 1 સભ્ય સહિત સગીરની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details