ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ, સંઘપ્રદેશ દાદરાનગર હવેલી દમણમાં 24 કલાકમાં અડધાથી પોણા ત્રણ ઇંચ વરસાદ - rain in valsad dadaranagar haveli - RAIN IN VALSAD DADARANAGAR HAVELI

ચોમાસાની શરૂઆત સાથે જ વલસાડ જિલ્લામાં અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કંટ્રોલ રૂમ તરફથી મળતી આંકડાકીય વિગતો મુજબ આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં અડધાથી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સમગ્ર વિસ્તારમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 5 ઇંચથી 11 ઇંચ સુધી ઝરમર ઝાપટારૂપે વરસી ચુક્યો છે. RAIN IN VALSAD DADARANAGAR HAVELI

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તેમજ દમણમાં વરસાદી માહોલ જામ્યો
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તેમજ દમણમાં વરસાદી માહોલ જામ્યો (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 12:33 PM IST

વલસાડ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી દમણમાં 24 કલાકમાં અડધાથી પોણા ત્રણ ઇંચ વરસાદ (Etv Bharat gujarat)

વાપી:શુક્રવારે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તેમજ દમણમાં વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે સમગ્ર પંથકમાં ધીમીધારે વરસતા ઝાપટા થી હજુ સુધી લોકોને ઠંડકનો અહેસાસ થયો નથી. જનજીવન ખોરવાયું છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ચોમાસાની શરૂઆત સાથે જ વલસાડ જિલ્લામાં અને દાદરાનગર હવેલી, દમણમાં વરસાદી માહોલ જામ્યો છે.

વલસાડ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી દમણમાં 24 કલાકમાં અડધાથી પોણા ત્રણ ઇંચ વરસાદ (Etv Bharat gujarat)

24 કલાકમાં અડધાથી પોણા 3 ઇંચ વરસાદ વરસ્યો: શનિવારે કંટ્રોલ રૂમ તરફથી મળતી આંકડાકીય વિગતો મુજબ આ વિસ્તારમાં પાછલા 24 કલાકમાં અડધાથી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે સમગ્ર પંથકમાં ધીમીધારે વરસતા ઝાપટાથી લોકોને ઠંડકનો અહેસાસ થવાને બદલે હાલ તો જનજીવન ખોરવાયું છે. તો સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તેમજ દમણમાં વરસાદી માહોલ જામ્યો (Etv Bharat gujarat)

ઉમરગામમાં સૌથી વધુ 86 MM વરસાદ વરસ્યો: શુક્રવારના સવારના 6 વાગ્યાથી શનિવારના સવારના 6 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 86 MM વરસાદ વરસ્યો છે. વાપી તાલુકામાં 58 MM વરસાદ વરસ્યો છે. એ જ રીતે અન્ય તાલુકાઓની વિગતો જોઈએ તો વલસાડમાં 47 MM, ધરમપુરમાં 43 MM, પારડીમાં 40 MM અને કપરાડામાં સૌથી ઓછો 14 MM વરસાદ નોંધાયો છે.

મધુબન ડેમની પાણીની સપાટી હાલ 65.80 મીટર: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની છેલ્લા 24 કલાકની વરસાદની સ્થિતિ જોઈએ તો, દમણમાં છેલ્લા 24 કલાકમાં 34 MM, સેલવાસમાં 24 MM, ખાનવેલમાં 51 MM વરસાદ વરસ્યો છે. દાદરાનગર હવેલી વિસ્તારમાં સ્થિત આ વિસ્તારના સૌથી મોટા ડેમ એવા મધુબન ડેમની પાણીની સપાટી હાલ 65.80 મીટર છે. ડેમના ઉપરવાસમાં વરસતા વરસાદને કારણે હાલ ડેમમાં 113 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 353 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

દાદરા નગર હવેલી-દમણમાં સિઝનનો સૌથી વધુ વરસાદ: સમગ્ર ગુજરાત રાજ્યની સરખામણીએ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં સિઝનનો સૌથી વધુ વરસાદ વરસે છે. જો કે, આ વખતે ચોમાસામાં વરસાદનું આગમન મોડું થયું છે. તેમ છતાં વલસાડ જિલ્લાના તમામ 6 તાલુકામાં નોંધાયેલ સીઝનના કુલ વરસાદની વિગતો જોઈએ તો ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 344 MM વરસાદ નોંધાઈ ચુક્યો છે ત્યારે વાપી તાલુકામાં 219 MM વરસાદ નોંધાઈ ચુક્યો છે. વલસાડ તાલુકામાં અને કપરાડા તાલુકામાં 248 MM વરસાદ વરસ્યો છે. ધરમપુર તાલુકામા 206 MM અને પારડી તાલુકામાં 136 MM વરસાદ વરસી ચુક્યો છે.

દમણમાં સિઝનનો સરેરાશ વરસાદ 275 MM નોંધાયો: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 275 MM નોંધાયો છે. જ્યારે પાટનગર સેલવાસમાં 187 MM અને ખાનવેલમાં 362 MM વરસાદ વરસ્યો છે. દમણમાં સિઝનનો કુલ વરસાદ 222 MM નોંધાયો છે. જો કે આ સમગ્ર વિસ્તારમાં જૂન મહિનાની 29 તારીખ સુધીમાં વરસતા સરેરાશ વરસાદની સરખામણીએ હજુ પણ 30 થઈ 40 ટકા વરસાદ ઓછો પડ્યો છે.

તાપ અને બફારાનું પ્રમાણ ઘટ્યું નથી: ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસતા સામાન્ય વરસાદમાં પણ અનેક ઠેકાણે પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે. નીચાણવાળા વિસ્તાર અને મુખ્ય માર્ગ પર ભરાયેલા પાણીથી વાહનચાલકો તેમજ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. એમાં પણ સતત પડી રહેલા અસહ્ય તાપ અને બફારાનું પ્રમાણ ઘટ્યું નથી. જેથી લોકો હજુ પણ મેઘરાજા આ વિસ્તાર ને ભરપૂર માત્રાના પાણીથી તરબોળ કરી ઠંડકનો એહસાસ કરાવે તેવી આજીજી કરી રહ્યા છે.

  1. AMC દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે પરંપરાગત ખંભાતી કૂવાનું નિર્માણ - Ahmedabad News
  2. "વો કાગજ કી કસ્તી...વો બારીશ કા પાની..."અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વાતાવરણમાં ઠંડક પ્રસરી - Ahmedabad News

ABOUT THE AUTHOR

...view details