રાજ્યના બે યુવાનોએ કરી સાયકલ પર 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા (ETV Bharat Gujarat) ભાવનગર: દેશના બે અલગ અલગ રાજ્યના યુવાનો સાયકલ લઈને ચારધામની અને બાર જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલા આ યુવાનો ભાવનગરના આંગણે આવી પોહચ્યા હતા. આ બંને યુવાનો અનાયાસે રાજકોટમાં એકઠા થઈ ગયા અને ત્યાંથી ભાવનગર સુધીની સફર સાથે સાયકલિંગની કરી હતી. પરંતુ નવીન વાત એ છે કે એક યુવાન જાતિવાદ અને દેવી-દેવતાના ચિત્રણને પગલે સાયકલિંગ કરી રહ્યો છે, તો બીજો યુવાન વૃક્ષ બચાવવા માટે સાયકલિંગ કરી રહ્યો છે. આ બંને યુવાનો પાસે ખીચામાં પણ કોઈ તગડી કિંમત પણ સાથે નથી. આમ છતાં બંને હજારો કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે.
સાયકલ પર કરી 12 જ્યોતિલિઁગ અને ચાર ધામની યાત્રા (ETV Bharat Gujarat) બંન્ને યુવાનને ભાવનગર સાયકલ કલબની મદદ:ભાવનગરના આંગણે સોમનાથથી આવેલા બે સાયકલિસ્ટ રાજન સનાતની અને ભુવનેશને ભાવનગર યુનિવર્સિટીના કલ્પેશસિંહ મળી ગયા હતા. જે સાયકલ ચલાવવાના શોખીન છે અને તેમની પણ એક સાયકલ ક્લબ ચાલે છે. ત્યારે બંનેને રાત રોકાવા માટે વ્યવસ્થા કરી આપી હતી. ત્યારબાદ વહેલી સવારે ક્રિપાલસિંહ અને તેમના સાયકલ ક્લબના મિત્રો સાથે ભુવનેશ અને રાજન સનાતનીને ઘોઘા રોરો ફેરી સર્વિસ સુધી સાયકલ લઈને વિદાય આપવા માટે પણ ગયા હતા. જો કે કોણ છે રાજન સનાતની અને ભુવનેશ આ બંને યુવાનો ચાલો જાણીએ.
સાયકલ પર કરી 12 જ્યોતિલિઁગ અને ચાર ધામની યાત્રા (ETV Bharat Gujarat) સાયકલ પર કરી 12 જ્યોતિલિઁગ અને ચાર ધામની યાત્રા (ETV Bharat Gujarat) રાજન સનાતની 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રાએ:ભાવનગર આવેલા રાજન સનાતની એ જણાવ્યું હતું કે તે હાલ દિલ્હીમાં રહે છે અને મૂળ બિહારી છે. 2024ની 10 જાન્યુઆરીના રોજ તે 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા માટે નીકળ્યો હતો. જેમાં તે પ્રથમ દિલ્હીથી અયોધ્યા ત્યારબાદ વૈદ્યનાથ, કાશી વિશ્વનાથ, કેદારનાથ, મહાકાલેશ્વર, નાગેશ્વર, દ્વારકા, સોમનાથ બાદ ભાવનગર પહોંચ્યો છે અને આગળ તે રામેશ્વર અને જગન્નાથપુરીમાં પોતાની યાત્રા પૂર્ણ કરવાનો છે. રાજન સનાતનીએ જણાવ્યું હતું કે તે 8,500 કિલોમીટર સાયકલ ચલાવી ચૂક્યો છે કુલ તેની યાત્રા 15 હજાર કિલોમીટરની છે.
સાયકલ પર કરી 12 જ્યોતિલિઁગ અને ચાર ધામની યાત્રા (ETV Bharat Gujarat) ખીચામાં ગણ્યા ગાંઠિયા પૈસા: ભાવનગર આવેલા રાજન સનાતનની સાથે વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે તે જાતિવાદ અને આપણા દેવી દેવતાઓના જે અલગ અલગ ચીજો ઉપર ફોટાઓ અને ચીત્રણો કરવામાં આવે છે અને ત્યારબાદ તે વસ્તુ ઉપયોગી નહિ રહેતા તેને જાહેરમાં ફેંકી દેવામાં આવે છે, તે બંધ થાય તે હેતુસર તે યાત્રા કરી રહ્યો છે. જો કે યાત્રામાં તેની પાસે સાયકલમાં આજ દિન સુધીમાં માત્ર અઢીસો રૂપિયાનો ખર્ચ સ્ટેન્ડ નખાવાનો થયો છે.
સાયકલ પર કરી 12 જ્યોતિલિઁગ અને ચાર ધામની યાત્રા (ETV Bharat Gujarat) જો કે તે ગ્રેજ્યુએશન દિલ્હીમાં ઇગનોમાંથી કર્યું છે અને આગળ MA ની ડિગ્રી લેવાનો છે. ત્યારે હાલ પોતાના ઘરેથી માત્ર બે થી ત્રણ હજાર રૂપિયા લઈને યાત્રાએ નીકળ્યો છે. જો કે યાત્રામાં તેને દરેક શહેરમાં કોઈને કોઈ રહેવા માટેની વ્યવસ્થા મળી રહે છે અને ભોજનની પણ વ્યવસ્થા દાતાર લોકોના કારણે થઈ રહી છે. જો ક્યાંય સ્થાન ના મળે તો હાઈવે ઉપર પેટ્રોલ પંપ અને શહેરોમાં મંદિર કે બસ સ્ટેન્ડમાં આશરો લઈ લે છે.
સાયકલ પર કરી 12 જ્યોતિલિઁગ અને ચાર ધામની યાત્રા (ETV Bharat Gujarat) રોજનું સાયકલિંગ અને હવે ક્યાં પોહચશે તેની સફર:રાજન સનાતની એ જણાવ્યું હતું કે તે રોજના 70 થી 90 કિલોમીટર સુધીની યાત્રા સાયકલ લઈને કરી રહ્યો છે, સાથે તેની ચાર જોડી કપડાં છે, એક ટેન્ટ છે અને થોડા ઘણા વાસણો છે, કે ક્યાંય ભોજનની વ્યવસ્થા થાય નહીં તો મેગી વગેરે જેવી ચીજો બનાવીને ત્યારે આરોગી શકે છે. હાલમાં તે ભાવનગરની રો રો ફેરી થી સુરત પહોંચ્યો છે અને સુરત થી સાયકલિંગ દ્વારા મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર, ભીમાશંકર અને ત્યારબાદ તે આગળ રામેશ્વર તરફ પ્રયાણ કરશે અને પંદર હજાર કિલોમીટરની યાત્રા જગન્નાથ પુરીમાં પૂર્ણ કરશે.
રાજન જેમ ભુવનેશની 12 જ્યોતિર્લિંગ યાત્રાએ કેમ: રાજન સનાતની સાથે મુલાકાત રાજસ્થાનના ગંગાપુરના ભુવનેશને રાજકોટમાં મુલાકાત થઈ હતી. રાજન સનાતની સાથે આવેલા ભુવનેશે જણાવ્યું હતું કે તેઓ 14 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના ગંગાપુર થી નીકળ્યો હતો. જો કે 14 ફેબ્રુઆરી પુલવામાં સૈનિકો ઉપર થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને આ તારીખ પસંદ કરવામાં આવી હતી. જો કે તેની યાત્રાનો હેતુ સમાજમાં યુવાનોને નશાથી દૂર રહે અને વૃક્ષ બચાવો જેવા ઉદ્દેશ્યથી છે. લોકો બિન જરૂરિયાત વાહનોનો ઉપયોગ બંધ થાય તેવા હેતુસર યાત્રા યોજવામાં આવી છે.
ભુવનેશની પણ 15 હજાર કિલોમીટરની યાત્રા:ભાવનગર રાજન સનાતની સાથે આવેલા ભુવનેશ જણાવ્યું હતું કે તે આઠ જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી ચૂક્યો છે, તે રાજસ્થાનના ગંગાપુર થી પ્રથમ ઉજ્જૈન મહાકાલેશ્વર, ઓમકારેશ્વર બાદ તે વિષ્ણેશ્વર, ત્રંબકેશ્વર, ભીમાશંકર, કેદારનાથ,સોમનાથ,નાગેશ્વર દ્વારકાની યાત્રા પૂર્ણ થઈ ચૂકી છે. જો કે મહારાષ્ટ્રથી ભૂવનેશ અને રાજન સનાતનીનો માર્ગ અલગ અલગ હશે. ભુવનેશ કેદારનાથ તરફ આગળ વધશે. આમ ભાવનગરના આંગણે બે યુવાનોએ સાયકલિસ્ટ યુવાનોએ સમાજને આપવાના સંદેશા હેતુ ભાવનગરની મુલાકાત લઈને પોતાની યાત્રાને આગળ ધપાવી હતી.
- શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તે 400 વર્ષ જૂની કળાથી બનાવી શિવજીની કૃતિ - 400 year old rogan art
- શું હશે આ વર્ષે નવલા નોરતાનો ટ્રેન્ડ: નવા લુક તેમજ 10 વર્ષ પહેલાંની કળા સાથે જાણો ભાવ સહિતની સંપૂર્ણ માહિતી - Navratri 2024