ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રાન્સજેન્ડર સમુદાયનો બળાપો, 'ટ્રાન્સજેન્ડર બોર્ડની એક પણ મિટિંગ મળી નથી' - Transgender meeting in Gandhinagar - TRANSGENDER MEETING IN GANDHINAGAR

ગાંધીનગરમાં ટ્રાન્સઝેન્ડર વિઝીબિલિટી ડે 2024 ની ઉજવણી કરાઈ હતી. તેમણે પોતાના જીવનમાં પડતી મુશ્કેલીઓ અંગે સરકારના પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી હતી. - Transgender meeting in Gandhinagar

ટ્રાન્સજેન્ડર સમુદાયનો બળાપો
ટ્રાન્સજેન્ડર સમુદાયનો બળાપો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2024, 5:43 PM IST

ગાંધીનગર:ગાંધીનગરમાં ટ્રાન્સઝેન્ડર વિઝીબિલિટી ડે 2024 ની ઉજવણી કરાઈ છે. છેલ્લા 24 વર્ષથી કાર્યરત લક્ષ્ય ટ્રસ્ટ સમુદાય આધારિત સંસ્થા દ્વારા કરાઇ ઉજવણી હતી. કાર્યક્રમમાં ગુજરાત ભાર માટે ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો હાજર રહ્યા હતા. તેમણે પોતાના જીવનમાં પડતી મુશ્કેલીઓ અંગે સરકારના પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી હતી.

ટ્રાન્સજેન્ડર સમુદાયનો બળાપો (Etv Bharat Gujarat)

દેશભરમાં અપમાન- અવગણના તેમજ કુતૂહલભરી ર્દિષ્ટએ જોવાતાં વ્યંડળ સમુદાયના પ્રશ્નો-સમસ્યા અંગે ગાંધીનગરમાં વિઝીબિલિટી ડે યોજાયો હતો. રાજ્ય સરકારે વ્યંઢળ સમુદાય માટે ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડની રચના કરી હતી. જેમાં રાજ્યભરમાંથી આવેલા વ્યંડળ સમુદાયના લોકોએ પોતાની તકલીફો-સમસ્યાઓ અંગે જયુરી મેમ્બર સમક્ષ રજુઆત કરી હતી. ટ્રાન્ઝેન્ડર સમુદાયના પ્રશ્નોના અનુસંધાનમાં રાજ્ય-કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરવાનું નક્કી કરાયું છે.

ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન બિલ અંગે વાતઃ આ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણી માનવેન્દ્ર સિહ ગોહિલે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં ટ્રાન્સજેન્ડર વીસીબીલીટી ડે નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં 200 થી વધુ સભ્યો ઉપસ્થિત થયા હતા. ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન બિલ - 2019 પાર્લામેન્ટ દ્વારા પાસ કરવામાં આવ્યું હતું. તેમાં ટ્રાન્ઝેન્ડરના હકને લઈને કેટલાક મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા હતા.

આ મુદ્દાઓનું હજી સુધી અમલીકરણ નથી થયું. સ્વાસ્થ મુદ્દાઓ, લીગલ મુદ્દા, એજ્યુકેશનના મુદ્દા નોકરીના મુદ્દા, વૃદ્ધાવસ્થાના મુદ્દા સહિત બધા જ મુદ્દાઓ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે.

કાર્યક્રમમાં મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટીસ અને એમ્પાયમાંથી એક અધિકારીઓ આવવાના છે. આ અધિકારી સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવશે. સંસદમાં પાસ થયેલા એક્ટનો અમલીકરણ ગુજરાત રાજ્યમાં થાય અને ટ્રાન્સજેન્ડર્સને તેમના હક અને અધિકારો મળે તે અંગે અમે કાર્યક્રમમાં રજૂઆત કરીશું. સરકાર દ્વારા કેટલાક મુદ્દાઓનો અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમ કે ટ્રાન્સજેન્ડરના ઓળખકાર્ડની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે.

ટ્રાન્સજેન્ડરના ચૂંટણીકાર્ડ નીકળતા થયા છે. તેથી મોટી સંખ્યામાં તેમણે માતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પાનકાર્ડ અને આધારકાર્ડ પણ બનાવવામાં આવ્યા છે. બેન્ક એકાઉન્ટ પણ ખોલવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણા ટ્રાન્ઝેન્ડર છે કે જેમને સરકારી યોજનાઓનો લાભ નથી મળ્યો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ટ્રાન્ઝેન્ડર્સને ફ્રી માં એજ્યુકેશન આપવામાં આવશે. જેથી કરીને તેઓ ભણી ગણીને પોતાના પગ ઉપર ઉભા રહી શકે. તેથી અમે સરકારને અપીલ કરીશું. ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડ બનાવવામાં આવ્યું છે. આ બોર્ડને એક્ટિવ કરવા માટે અમે રજૂઆત કરીશું.

  1. આજથી ડ્યૂટી પર પરત ફરશે પ્રદર્શનકારી જુનિયર ડોકટરો, પણ મૂકી એક શરત... - Trainee Doctor Rape Murder Case
  2. છોટાઉદેપુરના પૂર્વ સાંસદના ભત્રીજાની ફિલ્મી ઢબે ગોળી મારીને હત્યા, જાણો શું હતો સમગ્ર મામલો ? - Kuldeep Rathwa was shot dead

ABOUT THE AUTHOR

...view details