ગુજરાત

gujarat

ETV Bharat / state

રેસ્ટોરન્ટ સંચાલકનો અનોખો નિર્ણય મતદાન કરીને આવનાર ગ્રાહકને, ભોજન બિલમાં 10%નું ડિસ્કાઉન્ટ - JUNAGADH FOOD DISCOUNT - JUNAGADH FOOD DISCOUNT

જુનાગઢના પટેલ રેસ્ટોરન્ટના સંચાલકે મતદાનના દિવસે જુનાગઢ શહેરમાં આવેલી તેમની ત્રણેય શાખામાં મત આપ્યા બાદ ભોજન માટે આવતા પ્રત્યેક ગ્રાહકને એસોસિએશન દ્વારા જાહેર કરેલું 7% અને તેમના દ્વારા જાહેર કરેલું વધારાનું 3% મળીને કુલ 10% ભોજન બિલમાં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.JUNAGADH FOOD DISCOUNT ON VOTING DAY

રેસ્ટોરન્ટ સંચાલકનો અનોખો નિર્ણય મતદાન કરીને આવનાર ગ્રાહકને, ભોજન બિલમાં 10%નું ડિસ્કાઉન્ટ
રેસ્ટોરન્ટ સંચાલકનો અનોખો નિર્ણય મતદાન કરીને આવનાર ગ્રાહકને, ભોજન બિલમાં 10%નું ડિસ્કાઉન્ટ

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 10:08 AM IST

Updated : Apr 25, 2024, 12:15 PM IST

જૂનાગઢ: જૂનાગઢના રેસ્ટોરન્ટ સંચાલકે મતદાનને પ્રાધાન્ય મળે તેમજ પ્રત્યેક વ્યક્તિ ને બંધારણે આપેલ અધિકારનો ઉપયોગ કરે તે માટે ખાસ ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરી છે. જુનાગઢ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા મતદાનના દિવસે તમામ રેસ્ટોરન્ટમાં 7%ના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. પરંતુ તેમાં 3 ટકાનો વધારો કરીને પટેલ રેસ્ટોરન્ટના સંચાલકે મતદાન બાદ ભોજન માટે આવતા ગ્રાહકોને 10% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

રેસ્ટોરન્ટ સંચાલકનો અનોખો નિર્ણય મતદાન કરીને આવનાર

મતદાન કરો અને ભોજનમાં 10%ની મેળવો રાહત: આગામી 7 મેના દિવસે સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે જુનાગઢ લોકસભા બેઠકમાં મતદાનના દિવસે પ્રત્યેક વ્યક્તિ કે જે મતદાન કરીને ભોજન માટે રેસ્ટોરન્ટમાં આવશે તેવા તમામ ગ્રાહકોને જુનાગઢ હોટેલ એસોસિએશન દ્વારા 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઈ છે. ત્યારે તેમાં એક ડગલું વધુ આગળ ચાલીને જુનાગઢના પટેલ રેસ્ટોરન્ટના સંચાલકે મતદાનના દિવસે જુનાગઢ શહેરમાં આવેલી તેમની ત્રણેય શાખામાં મત આપ્યા બાદ ભોજન માટે આવતા પ્રત્યેક ગ્રાહકને એસોસિએશન દ્વારા જાહેર કરેલ 7% અને તેમના દ્વારા જાહેર કરેલું વધારાનું 3% મળીને કુલ 10% ભોજન બિલ માં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

ભોજનમાં ડિસ્કાઉન્ટથી મતદાનને પ્રોત્સાહન: પટેલ રેસ્ટોરન્ટના સંચાલક વિશાલ લાખાણીએ ETV ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, મતદાનના દિવસે ભોજન બિલમાં ડિસ્કાઉન્ટ આપવાથી પ્રત્યેક મતદાતાને મતદાન પ્રત્યે હકારાત્મક અભિગમ ઉભો થાય અને જે લોકો મતદાન પ્રત્યે ઉદાસીનતા કેળવે છે તેમાં ઘટાડો થાય અને સૌથી વધુ સંખ્યામાં મતદારો બંધારણે આપેલ તેમના અધિકારનો બિલકુલ મુક્ત મને ઉપયોગ કરે તે માટે તેમણે આ ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરી છે. ગત વર્ષે પણ વિધાનસભાની ચૂંટણીના સમયે પટેલ રેસ્ટોરન્ટની ત્રણેય શાખામાં આ જ પ્રકારે મતદાન બાદ આવનાર પ્રત્યેક ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપવાની યોજના બનાવી હતી જેમાં સફળતા મળી છે. જેથી આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં પણ તે જ પ્રકારે ભોજન બિલમાં ડિસ્કાઉન્ટ આપવાની યોજના શરૂ કરી છે. જે મતદાનના દિવસે રાત્રિના આઠ વાગ્યા સુધી અમલમાં રહેશે.

  1. CPI નેતાએ ભાજપ સહિત પીએમ મોદી સામે કાર્યવાહીની માંગ કરતો પત્ર ચૂંટણી પંચને લખ્યો - lok sabha election 2024
  2. જુનાગઢ લોકસભા બેઠક પર 11 ઉમેદવારો ચૂંટણી જંગમાં 6 અપક્ષની સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે જંગ - lok sabha election 2024
Last Updated : Apr 25, 2024, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details