ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા શિનોર પંથકમાં મહિલા સભ્યના પતિને જાહેરમાં ફટકા માર્યા, હુમલાખોર ફરાર - vadodara - VADODARA

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલીમાં જુની અદાવતમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પુત્રએ મહિલા સભ્યના પતિને જાહેરમાં લાકડીઓના ફટકા માર્યા.

Etv BharatVADODARA
Etv BharatVADODARA

By ETV Bharat Gujarati Team

Published : Mar 27, 2024, 6:23 PM IST

વડોદરા:જિલ્લાના શિનોર તાલુકાના સાધલીમાં ગામે જુની અદાવતને લઈને ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પુત્રએ મોટરસાયકલ ઉપર રોજા ખોલવા જઇ રહેલા મહિલા સભ્યના પતિને જાહેરમાં કેટલાક ઈસમો એ લાકડીઓના ફટકા મારી રોષ ઠાલવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજા પામેલા મહિલા સભ્યના પતિને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ, સાઘલીમાં જાહેર માર્ગ ઉપર બનેલી આ ઘટના CCTVમાંકેદ થઇ હતી. આ ઘટનાને પગલે સાઘલી અને શિનોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર બનાવ બનતા શિનોર પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોજુ ખોલવા જતો હતો: બે માસ પૂર્વે બનેલા આ બનાવને લઇ મહિલા સરપંચ મનિષાબહેન પટેલનો પુત્ર જૈમિન પટેલ રોષે ભરાયો હતો. સરપંચ માતા સાથે ઝઘડો કરનાર મહિલા સભ્ય અસમા બાનુના પતિ સરફરાજ નકુમને સબક શિખવાડવાના ફિરાકમાં હતો. જેને લઈને સાધલી ગામમાં ગેરેજ ચલાવતા સરફરાજ નકુમ મંગળવારે પોતાની બાઇકઉપર રોજા ખોલવા માટે ઘરે જઇ રહ્યો હતો. ત્યારે પંચાયત ચોરા પાસે લાકડી લઇને ઉભા રહેલ સરપંચ પુત્ર જૈમિન જયેશ પટેલ ઘસી આવ્યો હતો. બાઇક ચાલક સરફરાજને લાકડીનો ફટકો માર્યો હતો. લાકડીનો ફટકો વાગતા જ સરફરાજ નકુમ નીચે પડી ગયો હતો.

પાણીના પ્રશ્ને બોલાચાલી:જાણવા મળતી માહિતી મુજબ સાઘલી ગ્રામ પંચાયતના સરપંચ મનિષાબહેન જયેશભાઈ પટેલ છે. બેમાસ અગાઉ નકુમ ફળીયામાં રહેતા મહિલા સભ્ય અસમાબાનું સરફરાજ નકુમે નકુમ ફળીયામાં પાણીની લાઇન નાંખવા બાબતેસરપંચને રજૂઆત કરવા કરી હતી. મહિલાસભ્યની સાથે તેમના પતિ સરફરાજ નકુમસહિત ફળીયાના અન્ય લોકો પણ ગયા હતા.નકુમ ફળીયાના લોકોએ સરપંચ મનિષા બહેનાપટેલ સામે સવાલ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ અન્યવિસ્તારમાં 4ની પાણીની લાઇન નાંખવામાં આવીછે. જ્યારે નકુમ ફળીયામાં 1ની પાણીની લાઇનનાંખવામાં આવી છે. નકુમ ફળિયામાં રહેતાલોકોને પાણીની સમસ્યા છે. આ રજૂઆતને લઇ ઉગ્ર બોલાચાલી થઇ હતી. અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.

ઘટના સ્થળ પર લોક ટોળા ઉમટી પડ્યા:સરફરાજ નકુમ બાઇક ઉપરથી પડી ગયા બાદ જૈમિન પટેલે તેના ઉપર લાકડીઓનો વરસાદ વરસાવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સરફરાજે બુમો પાડતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને જૈમિન પટેલને સરફરાજને માર મારતા અટકાવ્યો હતો. બીજી તરફ સરફરાજના શુભેચ્છકો ગંભીર ઇજા પામેલા સરફરાજ નકુમને હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. આ બનાવને પગલે સ્થળ ઉપર લોક ટોળા ઉમટી પડ્યા હતા. એક તબક્કે ઉત્તેજનાત્મક વાતાવરણ થઇ ગયું હતું.

પોલીસે હુમલાખોરને વોન્ટેડ જાહેર કર્યા: સમગ્ર બનાવ બનતા શિનોર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વિસ્તારમાંથી CCTV ફૂટેજ મેળવી તપાસ સાથે કાર્યવાહી શરૂ કરી હતી. પંચાયતના મહિલા સભ્ય અસમા બાનું સરફરાજ નકુમના પતિ ઉપર હુમલો કરનાર સરપંચ પુત્ર જૈમિન પટેલ ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઘરપફડના ચક્રો ગતિમાન કર્યાછે. આ બનાવે સાધલી ગામ અને શિનોર પંથકમાં ભારે ચકચાર મચી ગયો હતો.

  1. 16 વર્ષની દીકરી બની નિરાધાર, ડમ્પર ચાલકે દિવ્યાંગ મહિલાને અડફેટે લેતા કરુણ મોત - surat accident

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details