ઉમરપાડા: રાજ્યમાં ચોમાસાની શરુઆત થતાં જ તંત્રની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે ઉમરપાડા નવી વસાહત વિસ્તારનો કડીરૂપ માર્ગ અંત્યંત ખરાબ થઈ ગયો છે. માર્ગ પર જતા હાલ ચોમાસાની ઋતુ દરમિયાન વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દિન પ્રતિદિન આ માર્ગ ઉપર અકસ્માતો થઈ રહ્યા છે. છતાં માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. તેમજ બીજી તરફ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરાબ રસ્તાના મુદ્દે કંઈ બોલતા નથી.
રસ્તાનું કામ ચાર વર્ષથી ખોરંભે ચડ્યું, સ્થાનિક યુવા કાર્યકર્તાઓએ શાસક પક્ષ ભાજપના કમળના નિશાન વાળી ઝંડી મારી કર્યું વિરોધ પ્રદર્શન - The road work from Vadpada village - THE ROAD WORK FROM VADPADA VILLAGE
ઉમરપાડા તાલુકાના વડપાડા ગામથી ઉમરદા ગામ સુધીના રસ્તાનું કામ ચાર વર્ષથી ખોરંભે પડતા સ્થાનિક યુવા કાર્યકર્તાઓએ ખરાબ રસ્તા ઉપર શાસક પક્ષ ભાજપના કમળના નિશાન વાળી ઝંડી મારી વિરોધ પ્રદર્શન કર્યું હતું., The road work from Vadpada village
![રસ્તાનું કામ ચાર વર્ષથી ખોરંભે ચડ્યું, સ્થાનિક યુવા કાર્યકર્તાઓએ શાસક પક્ષ ભાજપના કમળના નિશાન વાળી ઝંડી મારી કર્યું વિરોધ પ્રદર્શન - The road work from Vadpada village રસ્તાનું કામ ચાર વર્ષથી ખોરંભે ચડ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-07-2024/1200-675-21977526-thumbnail-16x9-.jpg)
Published : Jul 17, 2024, 7:52 PM IST
છેલ્લા ચાર વર્ષથી તેઓની નજર સામે ગ્રામ્ય વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આખરે સ્થાનિક યુવા કાર્યકર સ્નેહલ વસાવા અને કાર્યકરો લોકોની સમસ્યાના નિરાકરણ માટે આગળ આવ્યા છે. તેમણે રસ્તાના મુદ્દે લેખિત જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી છે અને રસ્તાનું કામ ખોરંભે પાડનાર જવાબદાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ શાસક પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી છે. અને માગણી ન સંતોષાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.