ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

ETV Bharat / state

નવરાત્રી પહેલા ભક્તિ પણ મોંઘી થઈઃ ચૂંદડી, હાર, ધૂપ, ગુગળ સહિતના ભાવ વધ્યા, જાણો નવી વેરાઈટીઝના ભાવ - Navratri price hike 2024

ભાવનગર શહેરમાં નવરાત્રી નિમિતે હાર, ચૂંદડી, ધૂપ અને ગુગળના ભાવ સહિત વેરાયટીઓ નવી આવી ચૂકી છે. ગત વર્ષ કરતા ભાવમાં પણ વધારો છે. ગત વર્ષ કરતા હારમાં વેરાયટીઓ અને ચૂંદડીઓમાં વેરાયટીઓ ETV BHARAT દ્વારા કેમેરામાં કેદ કરાઈ છે. જાણો - PRICE HIKE IN NAVRATRI 2024

હાર ચૂંદડીના ભાવમાં આવ્યો આ વર્ષે વધારો
હાર ચૂંદડીના ભાવમાં આવ્યો આ વર્ષે વધારો (Etv Bharat Gujarat)

ભાવનગરઃનવરાત્રીને ગણતરીના બે થી ત્રણ દિવસ જ માંડ બાકી રહ્યા છે ત્યારે ભાવનગરની ઊંડી વખારમાં ફુલહારના વેપારીઓને ત્યાં નવીન પ્રકારના હાર, ચૂંદડી, ધૂપ અને ગુગળ વગેરે બજારમાં આવી પહોંચ્યું છે. જેને પગલે લોકો દ્વારા ખરીદીનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. ભાવ વધારો ગત વર્ષ કરતા છે, પરંતુ તેની સામે નવી વેરાઈટીઝ પણ બજારમાં આવી છે.

હાર ચૂંદડીના ભાવમાં આવ્યો આ વર્ષે વધારો (Etv Bharat Gujarat)

હાર ચૂંદડી આવ્યા બજારમાં પણ ભાવમાં વધારો

ભાવનગર શહેરની ઊંડી વખારમાં ફુલહાર વહેંચતા વેપારીઓને ત્યાં નવરાત્રીમાં માતાજીને લગાવવાના હાર અને અર્પણ કરવાની ચુંદડીઓ અવનવી વેરાઈટીઝમાં જોવા મળી રહી છે. ત્યારે ઊંડી વખારમાં દુકાન ધરાવતા જીનલ શાહે જણાવ્યું હતું કે, આ વર્ષે ભાવમાં 15 થી 20 ટકાનો વધારો છે. જો કે આ શ્રદ્ધાનો વિષય છે. લોકો ખરીદી કરે છે, આ વર્ષે થોડી મોંઘવારી દેખાય છે. આમ છતાં પણ લોકોની ખરીદી જોવા મળી રહી છે.

ભાવ અને વેરાયટીઓ નવી કેવી બજારમાં

નવરાત્રીમાં માતાજીને અર્પણ કરવાના હાર અને ચુંદડી તેમજ ગુગળ, ધૂપ વગેરેને લઈને દુકાનદાર જીનલબેન શાહે જણાવ્યું હતું કે, ગત વર્ષે મોતીવાળા હારની ખૂબ માંગ હતી. પરંતુ આ વર્ષે નવા ફુલવાળા હાર આવ્યા છે, જેમાં ગુલાબવાળું, સાટી વાળું જેવા અવનવા હારની માંગ રહેવાની છે. આ નવી વેરાઈટીઝમાં સોનેરી હાર પણ ખૂબ ટ્રેન્ડમાં છે. જોકે હાર અમારી પાસે 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના છે, જ્યારે ચૂંદડી 20 થી 30 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની અવનવી છે.

હાર ચૂંદડીના ભાવમાં આવ્યો આ વર્ષે વધારો (Etv Bharat Gujarat)

લોકો આંખો મીંચીને લે છે ચિઝો ધૂપ ગુગળનું મહત્વ

નવરાત્રીમાં ચુંદડી હારની સાથે ગુગળ અને ધૂપ આવશ્યક હોય છે, કારણ કે દરેક ઘરમાં માતાજીની આરતી થાય એટલે ગુગળ અને ધૂપ કરવામાં આવે છે, ત્યારે જીનલબેન શાહે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ગુગળ 60 થી 70 રૂપિયાના 100 ગ્રામ છે. જો કે ગુગળ અને ધૂપ લોકો આવશ્યક રીતે ખરીદી કરે છે, કારણ કે તેના વગર નવરાત્રીમાં ચાલતું નથી. જે નવરાત્રીમાં ફરજિયાત વસ્તુ કહેવામાં આવે છે.

હાર ચૂંદડીના ભાવમાં આવ્યો આ વર્ષે વધારો (Etv Bharat Gujarat)

ખરીદી કરવા આવેલા મહેન્દ્રભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, 17 વર્ષથી આ એક દુકાનેથી ખરીદી કરીએ છીએ. અમારે ચુંદડી હાર વગેરેની ખરીદીમાં કિંમત કે ભાવ જોવાના હોતા નથી, શ્રદ્ધાને પગલે જે હોય તે કિંમતે લઈ લેવાનું હોય છે.

હાર ચૂંદડીના ભાવમાં આવ્યો આ વર્ષે વધારો (Etv Bharat Gujarat)
  1. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ, કોર્ટે ચાર શખ્સોની જામીન અરજી ફગાવી - Rajkot trp game zone
  2. ઠગબાજોએ હદ વટાવી ! ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટથી સોનાનો સોદો - Fake notes caught

ABOUT THE AUTHOR

...view details