ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળી નજીક આવતા સંગ્રહ કરેલા ચણાનો ભાવ ઊંચો જતાં ખેડૂતોમાં ખુશીની લહેર, માર્કેટિંગ યાર્ડ ચણાથી છલોછલ - INCREASE IN THE PRICE OF CHICKPEAS

અમરેલીમાં ચણાના ભાવ સારા મળતા ખેડૂતો સંગ્રહ કરવામાં આવેલા ચણા લઈ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે.

દિવાળી નજીક આવતા સંગ્રહ કરેલા ચણાનો ભાવ ઊંચો જતાં ખેડૂતોમાં ખુશીની લહેર
દિવાળી નજીક આવતા સંગ્રહ કરેલા ચણાનો ભાવ ઊંચો જતાં ખેડૂતોમાં ખુશીની લહેર (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2024, 7:30 PM IST

અમરેલી: જિલ્લા સહીત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો કપાસનું વાવેતર કરે છે. કપાસ બાદ જઓ કી બીજા અન્ય ખાધ્ય પદાર્થોનું વાવેતર થતું હોય તો એ ચણાનું વાવેતર છે. આ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે, ચણાના વાવેતરમાં હાલ સંગ્રહ કરેલા ચણાનો ભાવ ખૂબ જ ઊંચો પહોંચી રહ્યો છે.

અમરેલીના ખેડૂત ભગુભાઈ આ મુદ્દે જણાવે છે કે, તેઓ પોતે ઉટિયા ગામના છે. તેઓ વર્ષોથી ખેતીવાડી સાથે સંકળાયેલા છે અને પોતાની પાસે સંગ્રહ કરવામાં આવેલા ચણા હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે લઈ જાય છે. ચણાનો ભાવ 1450 રૂપિયાથી 1550 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

દિવાળી નજીક આવતા સંગ્રહ કરેલા ચણાનો ભાવ ઊંચો જતાં ખેડૂતોમાં ખુશીની લહેર (Etv Bharat Gujarat)

અમરેલી જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં ચણાના ભાવમાં 250 થી 300 રૂપિયા સુધીનો વધારો થયો છે. મોટી સંખ્યામાં ખેડૂતો સંગ્રહ કરવામાં આવેલા ચણા લઈ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે.

આ સમગ્ર મામલે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે કે, ચણાનો ભાવ હજુ પણ ₹50 સુધી ઊંચકાય તેવી સંભાવના છે આગામી સમયમાં 1600 રૂપિયા સુધી ચણાનો ભાવ પહોંચવાની શક્યતા છે.

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તહેવારને લઈને ચણાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેથી મોટી સંખ્યામાં લોકો ફરસાણ તેમજ અલગ અલગ વાનગી બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ કરતા હોય છે. પરિણામે મોટી સંખ્યામાં લોકો ચણાની ખરીદી કરી રહ્યા છે તો અનેક લોકો ચણાના લોટની ખરીદી કરી રહ્યા છે. આવા સંજોગોમાં માર્કેટમાં વધુ માંગ હોવાના કારણે ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉપરાંત સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:

  1. પ્રોટીન અને ફાઈબરના સ્ત્રોતથી ભરપૂર સોયાબીનનું સૌરાષ્ટમાં વધી રહ્યું છે વાવેતર, જાણો તેના લાભો...
  2. ભાવનગરમાં શરદપૂનમે ઊંધિયું ખાવાની પરંપરા, શાકભાજીના ભાવ વધતા ઊંધિયું પણ બન્યું મોંઘું

ABOUT THE AUTHOR

...view details