ગુજરાત

gujarat

ETV Bharat / state

44 ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીની કરાઈ ધરપકડ - 44 burglaries was arrested - 44 BURGLARIES WAS ARRESTED

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોઈ અણબનાવ ન બને તે માટે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓેને પકડવા કામગીરી હાથ ધરાઈ.

The perpetrator of 44 burglaries was arrested
The perpetrator of 44 burglaries was arrested

By ETV Bharat Gujarati Team

Published : Mar 30, 2024, 10:17 PM IST

અમદાવાદ: શહેરના અધિક પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચ, નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઈમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર શ્રી જે.એચ.સિંધવની ટીમ દ્રારા આગામી લોકસભાની ચુટણી સબંધે નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ પકડવા કામગીરી હાથ ધરાઈ.

બાતમીના આધારે ધરપકડ: દરમ્યાન પો.સ.ઇ.શ્રી જી.કે.ચાવડા, તથા સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો. ચંદ્રસિંહ લાખુભા તથા પો.કો. રાજુભાઈ રાહાભાઈને મળેલ બાતમીના આધારે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમા ઘરફોડ, ચોરી અને મારામારીના કુલ-૪૪ ગુન્હાઓ આચરેલ અને ઓઢવ પોલીસ સ્ટેશનના સેકન્ડ ગુ.ર.નં. ૩૧૫૪/૨૦૧૬ ધી ગુજરાત અસામાજીક પ્રવૃત્તિ અધિનિયમ ૧૯૮૫ ની કલમ ૮(૨) (ખ) (ગ) મુજબના ગુનામાં છેલ્લા સાત (૭) વર્ષથી વોન્ટેડ આરોપી હાકીમસિંગ ઉર્ફે હાકીમ કાળીયો ઉર્ફે મનોજ ઉર્ફે અસ્લમ ઉર્ફે અશોક ઉર્ફે વિનોદ સ/ઓ બૈજનાથસિંગ જગબહાદુર કુશ્વાહ ઉવ.૫૧ રહે: મ.નં.૫/૧૫૧, ઈન્શાનીયતનગર ચાર માળીયા, સદભાવના પોલીસ ચોકી પાસે, વટવા, અમદાવાદ શહેરનાને પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

આરોપીનો ગુનાહીત ઈતિહાસ: આરોપી અગાઉ અમદાવાદ શહેરમાં મેઘાણીનગર, શહેર કોટડા, નરોડા, ક્રુષ્ણનગર, સરદારનગર, ઓઢવ, ઈસનપુર, વટવા, બાપુનગર જી.આઈ.ડી.સી., વટવા, અમરાઈવાડી, ગોમતીપુર, નવરંગપુરા, એલીસબ્રીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ઘરફોડ ચોરીઓના ગુનામા પકડાયેલ છે. તેમજ ચાર વખત પાસાના કામે કચ્છ ભુજ પાલારા જેલ, ભાવનગર મધ્યસ્થ જેલ અને સુરત સેન્ટર જેલમાં સજા ભોગવેલ છે.

  1. ડ્રગ્સ સપ્લાય કરી વેપારીના પુત્રને ડ્રગ્સનો બંધાણી બનાવનાર ડ્રગ્સ પેડલરની ધરપકડ - drugs in surat city

ABOUT THE AUTHOR

...view details