નવસારી: સુપા ગામે થોડા દિવસોથી ધમાલ મચાવતા વાંદરાથી લોકો પરેશાન થઇ ગયા હતા. સુપા ગામની અંદર 1 મહિનાથી વાંદરાએ આતંક મચાવ્યો હતો. ગ્રામજનો પાછળ દોડીને હુમલો કરતા તેઓ ઘાયલ પણ થયા હતા. ગામમાં આ વાંદરો મહિલાઓ અને બાળકો પર હુમલો ન કરે તેવો ગ્રામજનોમાં ભય હતો ત્યારે છેલ્લા 3 દિવસથી આ વાંદરાના હુમલાઓ વધતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી.
વનવિભાગે વાંદરાને પોતાના કબ્જે લીધો
નવસારીના સુપા ગામમાં તોફાની વાંદરો પિંજરામાં પુરાયો (etv bharat gujarat) ફરિયાદ મળતા જ વન વિભાગ હરકતમાં આવીને તરત જ કાર્યવાહી કરી હતી અને સૂપા ગામના બ્રાહ્મણ ફળિયામાં વાંદરાને પકડવા માટે એક પિંજરું ગોઠવવામાં આવ્યું હતું. જે પાંજરામાં આજે વહેલી સવારે વાંદરો પિંજરામાં પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ તો વન વિભાગના અધિકારીઓએ વાંદરાને પિજરામાંથી પોતાના કબ્જામાં લીધો છે અને તેની તમામ મેડિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે તજજ્ઞોની મદદથી વાંદરાને યોગ્ય સ્થળે ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:
- અમરેલીના રાજુલામાં શિકારીને ભાગવું પડ્યું, જુઓ સિંહનો આ વીડિયો થયો વાયરલ
- ટેકનોલોજી દ્વારા દીપડાઓ પર 24 કલાક દેખરેખ, માનવ,પશુ-પ્રાણીઓને દીપડાના હુમલાથી રક્ષણ આપવાનો પ્રયાસ