અમદાવાદ:અમદાવાદ સહિત ગુજરાતભરમાં હાલ નવરાત્રીની જોરદાર ખરીદી ચાલી રહી છે, જ્વેલરી માટે પ્રખ્યાત રાણીના હજીરામાં તમને યુનિક ડિઝાઇનનો નવરાત્રી માટે એસેસરીઝ અને ડ્રેસ ,વિન્ટેજ જ્વેલરી વગેરે મળશે. નવરાત્રીની ખરીદારીથી આ ખાસ બજારો નવરાત્રીમાં ગુંજી ઊઠે છે અહીંયાની એસેસરીઝ જ્વેલરીને ખરીદવા માટે દુનિયાભરથી લોકો અમદાવાદ શહેરમાં આવે છે.
રાણીનો હજીરો: આ બજાર અંગેના ઇતિહાસ વિશે જણાવતા અહેમદ ભાઈએ કહ્યું કે, અમદાવાદના માણેકચોકમાં આવેલો રાણીનો હજીરો કલાત્મકતા માટે ગણોત પ્રચલિત છે, રાણીનો હજીરો ઇમિટેશન જ્વેલરીની મોટી માર્કેટ તરીકે ઓળખાય છે, આ અમદાવાદના સુંદર બજારમાંથી એક છે આની હકીકત એ છે કે અહમદશાહ બાદશાહની રાણીઓની કબર અહીં આવેલી છે, તેના પરથી આ જગ્યાનું નામ રાણીના હજીરા નામે પ્રસિદ્ધ થયું.
નવરાત્રી માટે ખરીદીનું સૌથી મોટું એન્ટિક જવેલરી બજાર એટલે રાણીનો હજીરો (Etv Bharat Gujarat) અહીંયા નવરાત્રી માટે વિશેષ જવેલરીના વ્યાપાર કરતાં વ્યાપારીઓ એ કહ્યું કે, આ રાણીના હજીરાની ખાસિયત એન્ટિક ઓક્સોડાઇઝ્ડના ઓર્નામેન્ટ્સ છે જેને ખરીદવા માટે આખા દેશથી લોકોને નવરાત્રી દરમિયાન આવે છે. આ એન્ટિક ઓક્સોડાઇઝ ઓર્નામેન્ટ્સ છોકરીઓએ ટ્રેડિશનલ કુર્તી થી માંડીને મોંઘાદાટ ચણિયાચોળી સાથે પહેરી નવરાત્રીને વધુ આકર્ષક બનાવે છે.
નવરાત્રી માટે સૌથી મોટું એન્ટિક જવેલરી બજાર એટલે રાણીનો હજીરો (Etv Bharat Gujarat) તો અહીંયા નવરાત્રીની ખરીદી કરવા માટે દિલ્હી થી આવેલી ગીતા બેન કહે છે કે, હું દર વર્ષે નવરાત્રીની ખરીદી કરવા માટે અમદાવાદ આવું છું, અને ખાસ કરીને રાણીનું હજીરો માંથી નવરાત્રી માટે બેસ્ટ એસેસરીઝ કલેક્શન લઈ જાઉં છું, હું મારા માટે અને મારી ફેમિલી માટે પણ અહીંયા થી જ ખરીદી કરું છું, અહીંયા સસ્તા કિંમતે સારી અને એન્ટિક જ્વેલરી મળી જાય છે.
નવરાત્રીની ખરીદી માટે લાગે છે લોકોની ભીડ (Etv Bharat Gujarat) તો ખરીદી કરવા આવેલી અન્ય એક યુવતીએ કહ્યું કે, આ બજાર મને બહુ ગમે છે હું દર વર્ષે અહીંયા આવીને ખરીદી કર્યું છું અહીંયા દરેક સરકાર ની એસેસરીઝ અને જ્વેલરીઝ મળી જાય છે તેને કપડા પર મેચિંગ કરીને હું લઈ જાઉં છું.
- 'તારી પાઘડીએ મન મારું મોહ્યું...' અમદાવાદના આ યુવકે બનાવી પાંચ કિલોની 'આત્મનિર્ભર ભારત' પાઘડી - PADHDI MAN OF AHMEDABAD