ETV Bharat / state

જેતપુરમાં ખારવા સમાજ દ્વારા DPC પ્રોજેક્ટ પડતો મૂકવાની માંગ, દરિયાઈ જીવસૃષ્ટિ બચાવવાની માંગ - DPC PROJECT ABANDONMENT DEMAND

જેતપુરમાં પ્રદુષિત પાણીને દરિયામાં ભેળવવાના પ્રોજેક્ટ મુદ્દે વેરાવળમાં ખારવા સમાજ દ્વારા આવેદનપત્ર આપીને સમગ્ર પ્રોજેક્ટ પડતો મૂકવાની માંગ કરવામાં આવી છે.

દરિયાઈ જીવસૃષ્ટિ બચાવવાની માંગ
દરિયાઈ જીવસૃષ્ટિ બચાવવાની માંગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2024, 8:00 PM IST

જૂનાગઢ: જેતપુરમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી પ્રદૂષિત પાણીને DPC પ્રોજેક્ટ અંતર્ગત પાઇપલાઇન મારફતે પોરબંદર નજીકના દરિયામાં મુક્ત કરવાના પ્રોજેક્ટને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના ખારવા સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સમસ્ત ખારવા સમાજ દ્વારા જેતપુરના પ્રદૂષિત પાણીને દરિયામાં મેળવવાના પ્રોજેક્ટને પડતો મુકવાની માંગ સાથેનો આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યું છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર આ પ્રોજેક્ટ રદ કરે તેવી માંગ પણ સમસ્ત ખારવા સમાજ અને માછીમારો ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિઓ કરી રહ્યા છે.

જેતપુરના DPC પ્રોજેક્ટનો વેરાવળમાં વિરોધ: જેતપુરના ઔદ્યોગિક એકમોમાંથી પ્રદૂષિત અને કેમિકલ યુક્ત પાણી પોરબંદર નજીકના દરિયામાં મેળવવા માટે DPC પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. જેતપુરમાંથી પ્રદૂષિત અને રસાયણ યુક્ત કારખાનાનું પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં પહોંચાડવામાં આવી રહ્યું છે. જેનો વિરોધ હવે સમગ્ર સૌરાષ્ટ્રના ખારવા સમાજ અને માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિ કરી રહ્યા છે. આજે વેરાવળમાં સમસ્ત વેરાવળ ખારવા સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્રની સરકાર પડતો મૂકીને દરિયાઈ જીવસૃષ્ટિની સાથે દરિયાને સુરક્ષિત કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.

જેતપુરમાં ખારવા સમાજ દ્વારા DPC પ્રોજેક્ટ પડતો મૂકવાની માંગ (Etv Bharat Gujarat)

કેમિકલ યુક્ત પાણીથી ખૂબ મોટું નુકસાન: સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો માછીમારી ઉદ્યોગ માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. જેતપુરમાંથી જો કેમિકલ યુક્ત અને રસાયણવાળું પાણી દરિયામાં ઠાલવવામાં આવશે, તો દરિયાઈ જીવસૃષ્ટિની સાથે માછીમારી ઉદ્યોગને પણ ખૂબ જ નુકસાન થશે વધુમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર ઓપરેશન વ્હેલ શાર્ક અને ડોલ્ફિન ચલાવી રહી છે.

જેતપુરમાં ખારવા સમાજ દ્વારા DPC પ્રોજેક્ટ પડતો મૂકવાની માંગ

સૌરાષ્ટ્રના દરિયામાં વ્હેલ શાર્ક અને ડોલ્ફિનનો દબદબો આજે પણ એટલો જ જોવા મળે છે. જો આ બંને વિલુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે પ્રદૂષણ યુક્ત અનેક રસાયણ દરિયાથી દૂર રાખવામાં આવશે તો, આ વિલુપ્ત થતી પ્રજાતિની માછલીઓની સાથે અન્ય માછલીઓને મોકળું મેદાન મળશે.

દરિયાઈ જીવસૃષ્ટિ બચાવવાની માંગ
દરિયાઈ જીવસૃષ્ટિ બચાવવાની માંગ (Etv Bharat Gujarat)

પરંતુ જો કેમિકલ અને રસાયણ યુક્ત ગંદુ પાણી દરિયામાં છોડવામાં આવશે તો તેની વિપરીત અસરો સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિને થશે. સાથે સાથે જેને કેન્દ્રને રાજ્યની સરકાર સુરક્ષિત કરવા માંગે છે તેવી વ્હેલ શાર્ક અને ડોલ્ફિન માછલીઓને પણ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થશે. આમ, આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય અને કેન્દ્રની સરકાર સમગ્ર પ્રોજેક્ટ પડતો મૂકે તેવી માંગ વેરાવળ ખારવા સમાજ દ્વારા કરવામાં આવી છે જો DPC પ્રોજેક્ટ આવનારા દિવસોમાં આગળ વધશે તો ખારવા સમાજ સમગ્ર મામલાને દેશની કોર્ટમાં જઈ પડકારશે તેવી ચિમકી આપવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. ગીરમાં વન્યજીવોના અકસ્માત અટકાવવામાં મળશે મદદઃ ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ શરૂ, જાણો શું છે આ
  2. ખેતીનું દવાખાનું ! અમરેલી જીલ્લાના આ યુવાને ખેડૂતો માટે કર્યો એક અનોખો પ્રયાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.