ETV Bharat / state

ભાવનગરમાં ગાય માતા મેડિકલ વેસ્ટ વચ્ચે ભોજન શોધવા મજબૂરઃ બાયોવેસ્ટનો નિકાલ કેવી રીતે થાય - HOW TO DISPOSE BIOWEST

મેડિકલ સ્ટોર્સ અને હોસ્પિટલ્સ બેફામ પણે ફેંકી દે છે આ કચરો જેનાથી થઈ શકે છે મોટું નુકસાન...

ભાવનગરમાં ગાય માતા મેડિકલ વેસ્ટ આરોગવા મજબૂર
ભાવનગરમાં ગાય માતા મેડિકલ વેસ્ટ આરોગવા મજબૂર (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : 14 hours ago

ભાવનગરઃ બાયોવેસ્ટના કચરાના નિકાલની વાત એટલા માટે કરવી છે કે ભાવનગર શહેરમાં એક કોમ્પ્લેક્સમાં જ્યાં માત્ર મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ્સ આવેલા છે, તેના ગ્રાઉન્ડ ફ્લોરમાં સામાન્ય કચરા ભેગો ટેબલેટના ખાલી પેકેટ અને અનેક ઝબલાઓમાં ટેબલેટના પેકેટ જોવા મળી રહ્યા હતા અને તેથી વધુ પશુઓ તે કચરાના ઢગલામાં ભોજન શોધે છે જેની અસર પણ એક જીવના સ્વાસ્થ્ય પર પડે છે. ગાયને જ્યાં માતા માનવામાં આવે છે, રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો માગવામાં આવે છે પણ જ્યારે તેની દયનીય સ્થિતિ જોવા મળે છે ત્યારે સહુના મન દુભાય છે. ત્યારે શું બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ આ રીતે થઈ શકે ? ત્યારે તંત્ર એ શું કહ્યું અને શું પગલાં ભરાશે કે કેમ? ચાલો જાણીએ...

બાયોવેસ્ટના નિયમ અનુસાર નિકાલ કરવાનો હોય છે, ત્યારે ભાવનગરમાં સર ટી હોસ્પિટલ સામે આવેલા આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં સામાન્ય કચરાની ભેગો બાયોવેસ્ટનો ભાગ કહેવાતી ટેબ્લેટના ખાલી પેકેટ અને ઝબલાઓનો કચરો પણ જોવા મળ્યો હતો. જોકે ગાય અને શ્વાન તેમાં ભોજન શોધતા નજરે પડતા હોય એવો મોડી રાતનો વીડિયો સામે આવ્યો છે. આ બાયોવેસ્ટને લઈને જીપીસીબી અને આરોગ્ય અધિકારી શું કહે છે જાણીએ.

ભાવનગરમાં મેડિકલ વેસ્ટ (ETV BHARAT GUJARAT)

બાયોવેસ્ટના કચરાનો વીડિયો રાતનો

ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલની સામે આવેલા આયુષ પ્લાઝામાં 23 ડિસેમ્બરની રાત્રે ગ્રાઉન્ડ ફ્લોરમાં સામાન્ય કચરાની ભેગો બાયોવેસ્ટના કહેવાતા ટેબ્લેટના ખાલી પેકેટ અને અન્ય ઝબલાઓ જેવો કચરો કોઈએ નાખ્યો હતો. જોકે આયુષ પ્લાઝામાં હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર આવેલા છે. સામાન્ય કચરો હોય ત્યારે ગાય અને શ્વાન તેમાં ભોજન શોધતા હોય તેવા મોડી રાતના વીડિયો અને ફોટોઝ સામે આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ફોટોઝ અને વીડિયોમાં દવાની ટીકડીઓના ખાલી પેકેટ જોવા મળતા હતા ત્યારે અનેક ઝબલાઓ બાંધેલા હતા. આ સામાન્ય કચરા ભેગો બાયોવેસ્ટનો કચરો કેટલો અને કોણે નાખ્યો તે તપાસનો વિષય થઈ જાય છે.

પશુઓ મેડિકલ વેસ્ટ વચ્ચે ભોજનની શોધમાં
પશુઓ મેડિકલ વેસ્ટ વચ્ચે ભોજનની શોધમાં (ETV BHARAT GUJARAT)

GPCB એ શું કહ્યું આ મામલે

આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બાયોવેસ્ટ મામલે ઇટીવી ભારતે જીપીસીબીના અધિકારી અલ્કેશ રાઠોડ સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, નાનકડો એવો મામલો હોય તો અમે એને પ્રથમ નોટિસ આપીએ છીએ અને ત્યારબાદ ન સમજે તો ક્લોઝર નોટિસ આપીએ છીએ. આમ છતાં પણ ન ફેરફાર આવે તો રોજના 5,000 નો દંડ વસૂલવામાં આવતો હોય છે. જોકે આ કોમ્પ્લેક્સને લઈને કોઈ અમારી પાસે ફરિયાદ આવી નથી. જો કોમ્પ્લેક્ષમાં મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ્સ હોય તો પહેલા આઇડેન્ટિફાઈ કરવું પડે બાદમાં પગલાં લઈ શકાય છે. સામાન્ય રીતે વર્ષમાં ચારથી પાંચ બાયોવેસ્ટને લઈને ફરિયાદો આવતી હોય છે.

ભાવનગરમાં આરોગ્ય અધિકારી તરીકે કાર્યભાર સંભાળતા ડોક્ટર ચંદ્રમણિ
ભાવનગરમાં આરોગ્ય અધિકારી તરીકે કાર્યભાર સંભાળતા ડોક્ટર ચંદ્રમણિ (ETV BHARAT GUJARAT)

બાયોવેસ્ટ કે ઘરમાં રહેલી દવાનો નિકાલ કેવી રીતે

બાયોવેસ્ટનો નિકાલ નિયમ અનુસાર થાય છે ત્યારે ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણિએ જણાવ્યું હતું કે, બાયોમેડિકલ વેસ્ટના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્ફોર્મેશન પ્રમાણે નિકાલ કરવામાં આવે છે. ગમે ત્યાં તમામ સામાન્ય કચરા સાથે નિકાલ થાય તો ચેપ લાગવાની શક્યતા વધે છે. તેના કારણે બાયોમેડિકલમાં લોહી કે ડ્રેસિંગની ચીજો જાહેરમાં ફેંકી શકાતી નથી, તેના માટે નિયમ છે. દરેક હોસ્પિટલને પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને તેના નિયમ પ્રમાણે નિકાલ કરવો પડે છે. ત્રાહિત વ્યક્તિ કે કોઈ ઘરમાં ડ્રેસીંગ કે દવા હોય તેને સામાન્ય કચરામાં નાખી શકે નહીં. તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. તેને સળગાવી દેવી જોઈએ અને દવા હોય તો જમીનમાં ખાડો કરીને દાટી દેવી જોઈએ. આ ઉપરાંત મેડિકલ વેસ્ટના નિકાલના નિયમોથી જાણકાર રહેવું જોઈએ.

  1. બનાસકાંઠામાં પતિની હત્યા બાદ પત્નીએ એવો પ્લાન કર્યો કે 15 દિવસ પોલીસ ગોથે ચડી
  2. જુનાગઢવાસીઓ ભૂલી જજો કોર્પોરેશનની તમારી ફરિયાદ WhatsAppથી સંભળાશેઃ આ 3 માધ્યમોનો ઉપયોગ કરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.