ETV Bharat / state

યુવા મહિલા સરપંચએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું, રાજકીય આગેવાનો અને ગ્રામજનો સૌ સ્તબ્ધ - WOMAN SARPANCH COMMITTED SUICIDE

સાયણ ગ્રામ પંચાયતની મહિલા સરપંચ જીજ્ઞાસાબેન ઠક્કરે અચાનક અગમ્ય કારણોસર આપઘાત કરતાં રાજકીય આગેવાનો અને ગ્રામજનો સૌ સ્તબ્ધ થઈ ગયા છે.

યુવા મહિલા સરપંચએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું
યુવા મહિલા સરપંચએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 16 hours ago

સુરત: શહેરમાં રહેતી જીજ્ઞાસાબેન ઠક્કરે અચાનક અગમ્ય કારણોસર આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, સાયણની 41 વર્ષીય મહિલા એડવોકેટ જીજ્ઞાસાબેન અશ્વિનભાઈ ઠક્કર છેલ્લા ત્રણ વર્ષથી ઓલપાડ તાલુકાની મહત્વની ગણાતી સાયણ ગ્રામ પંચાયતમાં સરપંચનું પદ સંભાળી રહી હતી. તે સાયણ ગ્રામ પંચાયતની કાયાપલટ માટે બહાદુરીથી વહીવટ કરવા માટે લોકોમાં જાણીતી હતી.

જીજ્ઞાસાબેન ઠકકર નિત્યક્રમ મુજબ સાયણ પંચાયત કચેરીમાં ગયા હતા. ત્યારબાદ આશરે બપોરે 1:45 વાગ્યે જમવાનો સમય થતાં ગ્રા.પં.નો કર્મચારી મુકુંદ પટેલ સરપંચ જીજ્ઞાસાબેનને બાઈક ઉપર સાયણ-ગોથાણ રોડના તેનાં ઘરે 'સ્વર્ગ પેલેસ' ખાતે મુકી ગયો હતો. અહીં સાસુ સાથે જમ્યા બાદ જીજ્ઞાસાબેન તેમના મકાનની ઉપરનાં રૂમમાં આરામ કરવા ગયા હતા. આ સમયે ઘરમાં તેની સાસુ, કામવાળી અને 10 વર્ષની દિકરી હીર ઘરમાં હતી. આ દરમિયાન તેમના પતિ અને ગામનાં માજી સરપંચ અશ્વિનભાઈ ઠક્કર કોઈ કામ અર્થે સુરત ગયા હતાં.

જીજ્ઞાસાબેન રૂમમાં ગયા બાદ તેમણે કોઈક કારણોસર આપઘાત કરી લીધું હતું. આ ઘટનાની જાણ મૃતકની દિકરી હીરને થતાં તેણે તેનાં પિતા અશ્વિન ઠક્કરને મોબાઈલ ફોનથી જાણ કરી હતી. અશ્વિન ઠક્કર સુરતથી ઘરે પહોંચે તે પહેલા ઘટનાની જાણ વાયુવેગે સાયણમાં પ્રસરતા ગ્રામ પંચાયતના કર્મચારીઓ સહિત સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં.

સાયણ પોલીસની મદદથી જીજ્ઞાસાબેનને ત્વરિત સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી. ઓલપાડ પીઆઈ સી.આર. જાદવે તેમના મૃતદેહને પીએમ માટે સાયણના સરકારી દવાખાનામાં ખસેડી હતી.

'પ્રાથમિક તબક્કે કઇ વાંધાજનક નથી મળ્યું' - પોલીસ

સમગ્ર ઘટનાની જાણ થતાં રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ઓલપાડ ભાજપ માજી સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ સહિતનાં નેતાઓ સાયણ ખાતે દોડી આવ્યા હતાં. મહિલા સરપંચના આપઘાતના સમાચારથી લોકો સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાની તપાસ ઓલપાડ પીએસઆઇ જે.એ. દેસાઇ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પોલીસને કોઈ આપઘાત નોટ મળી નથી. જિજ્ઞાસાબેનના ભાઈ હેમંત મનહરભાઈ મિસ્ત્રીએ પણ ઓલપાડ પોલીસ મથકમાં બહેનના આપઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઓલપાડ પોલીસ મથકના પીઆઈ ચેતન જાધવએ જણાવ્યું હતું કે, 'સાયણ ગામના મહિલા સરપંચની આત્મહત્યા પ્રકરણમાં પોલીસે પ્રાથમિક તબક્કે, તેમણે આપઘાતનું પગલું કેમ લીધું તે અંગેનું કારણ જાણવા મળ્યું નથી. હાલના તબક્કે પરિવારના સભ્યોની સ્થિતિ જોતા પૂછતાછ કરી શકાય તેમ નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને તપાસ આગળ વધારી છે. હાલમાં તો કોઈ વાંધાજનક વસ્તુ પ્રાથમિક તબક્કે પોલીસને હાથે લાગ્યું નથી.'

આ પણ વાંચો:

  1. સમલૈંગિક સંબંધોમાં ગર્ભવતી પરિણીતાએ પતિને છોડ્યો, પતિએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યા
  2. ધાનેરામાં બોલાચાલીનો મામલો હત્યામાં ફેરવાયો, ભત્રીજા પર કાકાની હત્યાનો આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.