સુરત: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ગોવા-સુરત-બેંગ્લોર ફ્લાઈટ બર્ડ હિટ ઘટનાની શિકાર બની હતી . ફ્લાઇટનું નિરીક્ષણ કરવા માટે દિલ્હીથી ઈન્ડિગોના એન્જિનિયરોની ટીમ મોડી રાત્રે સુરત પહોંચી હતી. જોકે, ઈન્ડિગો એરલાઈન્સે બેંગ્લોરની ફ્લાઈટ કેન્સલ કરી હતી. જેના કારણે 200 મુસાફરોની મુસાફરી ખોરવાઈ ગઈ હતી. આ ફ્લાઈટ મંગળવારે સવારે આઠ વાગે શિડયુલ કરવામાં આવી છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી બર્ડ હીટની ઘટના, 200 યાત્રીઓની મુસાફરી ખોરવાઈ - Bird hit at Surat Airport - BIRD HIT AT SURAT AIRPORT
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ગોવા-સુરત-બેંગ્લોર ફ્લાઈટ બર્ડ હિટ ઘટનાની શિકાર બની હતી. જેના કારણે ફ્લાઈટમાં સવાર 200 જેટલાં મુસાફરોની યાત્રામાં અવરોધ આવ્યો હતો. વાંચો સમાચાર વિસ્તારથી... Bird hit at Surat International Airport
Published : May 28, 2024, 6:31 AM IST
એરપોર્ટ તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ ગોવા એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે, ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E418 સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 18:30ને બદલે 19:55 વાગ્યે ઉતરી હતી. જોકે, તે જ સમયે એક પક્ષી ફ્લાઈટ સાથે અથડાયું હતું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ફ્લાઇટ 6E5034 ડાયવર્ટ કરવામાં આવી ન હતી, તેથી સુરત-બેંગલોર ફ્લાઇટ રદ કરવી પડી હતી.
200 યાત્રીઓની મુસાફરી ખોરવાઈ: 6E5034 ફ્લાઈટ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 9 વાગ્યે ટેક ઓફ કરવાની હતી અને એક કલાક પછી બેંગલુરુ એરપોર્ટ પર ઉતરવાની હતી. આ ફ્લાઈટમાં 200 મુસાફરો સુરતથી ગોવા જઈ રહ્યા હતા. આ ફ્લાઈટના યાત્રીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ સાથે આ ફ્લાઈટ મંગળવારે સવારે 8:00 વાગે શિડયુલ કરાઈ હતી જેથી મુસાફરો બીજા દિવસે પોતાની યાત્રા કરી શકે.