વડોદરા:વડોદરામાં 18મી જાન્યુઆરીના રોજ હરણી બોટ દુર્ઘટના ઘટી હતી, હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે બે અધિકારી વિનોદ રાવ અને એચ.એસ. પટેલને હાઈકોર્ટે જવાબદાર ઠેરવ્યા છે. 2 મનપા કમિશનરને હાઈકોર્ટે જવાબદાર ઠેરવ્યા છે. હાઈકોર્ટે 15 પાનાનો હુંકમ પણ કર્યો છે. કવોલીફીકેશન ન હતી તેમ છતાંય કામ સોંપવામાં આવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે. આ બંને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એવો હાઇકોર્ટે હુકમ કર્યો છે.
હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે મનપા કમિશનરને જવાબદાર ઠેરવ્યા, HCએ 15 પાનાનાં ચુકાદામાં કર્યો હુકમ - HARNI TRAGEDY CASE - HARNI TRAGEDY CASE
હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે મનપા કમિશનરને જવાબદારી ઠેરવીને બે અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવા માટેનો હુંકમ કર્યો છે. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા.
![હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે મનપા કમિશનરને જવાબદાર ઠેરવ્યા, HCએ 15 પાનાનાં ચુકાદામાં કર્યો હુકમ - HARNI TRAGEDY CASE હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે મનપા કમિશનરને જવાબદાર ઠેરવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2024/1200-675-21912260-thumbnail-16x9-ppp.jpg)
Published : Jul 10, 2024, 9:38 AM IST
|Updated : Jul 10, 2024, 9:47 AM IST
કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી: હરણી તળાવમાં બોટ ચલાવવા વડોદરા મનપાએ કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપેલો છે. લાયકાત વગરનો બોટ ચાલક અને અપુરતા બચાવવાના સાધનોના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. બોટમાં પણ ખામી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો, બોટ ચાલક અને મેનેજર સહિત 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
સમગ્ર ઘટનાક્રમઃ વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓને 18મી જાન્યુઆરીના રોજ હરણી તળાવ ખાતે પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. જેમાં તળાવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બોટિંગ કરી રહ્યા હતા. તે જ વખતે એક બોટ તળાવમાં ઊંધી થઈને ગરકાવ થઈ ગઈ હતી. 16ની ક્ષમતાવાળી બોટમાં 34લોકોને બેસાડ્યા હતા. તેમજ બાળકોને લાઈફ જેકેટ પણ પહેરાવામાં આવ્યા નહોતા. કોન્ટ્રાક્ટમાં પણ વારંવાર કોન્ટ્રાક્ટર દ્વારા ખો આપવામાં હોવાનું સામે આવ્યું છે. બોટ ચાલક પણ કોઈ ટ્રેઈન્ડ બોટમેન નહતો. આ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોનું કમોત થયું છે. આમ હરણી તળાવ બોટ એક્સિડન્ટમાં કુલ 14 લોકોએ જીવ ખોયો હતો.