ગૃહમાં ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ બહુમતિથી પસાર કરાયું (Etv Bharat gujarat) ગાંધીનગર: ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કમર કસી છે. ગૃહમાં ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ બહુમતિથી પસાર કરાયું છે. આ બિલ પાસ થઈ જતા ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ જપ્ત કરવાનો માર્ગ મોકલો થયો છે. સ્પેશિયલ કોર્ટ બિલની ચર્ચા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કળિયુગના દાનવોના નાશ માટેનો આ કાયદો મહત્વનો છે, બિલના સમાચાર સાંભળી અનેક ગુનેહગારોમાં દ્વારકાધીશના સુદર્શન અને મહાદેવના ત્રિશૂલથી ભય પેદા થાય તેવો ભય પેદા થયો છે.
ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓની સંપત્તિ જપ્ત થશે:ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ અનુસાર ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓની સંપત્તિ જપ્ત થશે. સાથો સાથ નવા કાયદા અંતર્ગત ACBના કેસો સ્પેશિયલ કોર્ટમાં ચાલશે. સ્પેશિયલ કોર્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી, કર્મચારી, ખાનગી વ્યક્તિ કે કંપની સામે પગલા લેવાશે તેમજ એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામે તપાસ કરશે. કાયદા હેઠળ આરોપી કે તેના અન્ય કોઈ નજીકના વ્યક્તિના નામે ખરીદેલી પ્રોપર્ટી હશે તો જપ્ત કરી શકાશે. અન્ય વ્યક્તિના નામે રહેલી પ્રોપર્ટીના માલિકને પણ નોટિસ બજાવી તપાસ હેઠળ લાવી શકાશે. પૂર્વ એડિશનલ સેશન્સ જજથી નીચે નહીં તેવા વ્યક્તિને ઓથોરાઈઝ ઓફિસર તરીકે નિમણુંક અપાશે.
ACBના કેસો સ્પેશિયલ કોર્ટમાં ચાલશે: ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ અનુસાર ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓની સંપત્તિ જપ્ત થશે. સાથો સાથ નવા કાયદા અંતર્ગત ACBના કેસો સ્પેશિયલ કોર્ટમાં ચાલશે. અત્રે ઉલ્લખનીય વાત છે કે, સ્પેશિયલ કોર્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી, કર્મચારી, ખાનગી વ્યક્તિ કે કંપની સામે પગલા લેવાશે તેમજ એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામે તપાસ કરશે. કાયદા હેઠળ આરોપી કે તેના અન્ય કોઈ નજીકના વ્યક્તિના નામે ખરીદેલી પ્રોપર્ટી હશે તો જપ્ત કરી શકાશે. અન્ય વ્યક્તિના નામે રહેલી પ્રોપર્ટીના માલિકને પણ નોટિસ બજાવી તપાસ હેઠળ લાવી શકાશે. પૂર્વ એડિશનલ સેશન્સ જજથી નીચે નહીં તેવા વ્યક્તિને ઓથોરાઈઝ ઓફિસર તરીકે નિમણુંક અપાશે.
સ્પેશિયલ જજની નિમણુંક કરવામાં આવશે: કાયદા અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજના યુગના દાનવો માટે ગંગાજળ સ્વરૂપ દ્વારકાના કૃષ્ણ ભગવાનના અને સોમનાથ દાદાના ત્રિશુલ જોઈને કાંપે તેવો ભ્રષ્ટાચાર,બુટલેગર કે નેતા કે અભિનેતા સામે એક ઐતિહાસિક નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. વિશેષ કોર્ટ અધિનિયમ 2024 અંતર્ગત કોઈ પણ સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર કરતા પકડાય અને ગગુનામાં 3 વર્ષથી વધુ સજાની જોગાવાઈ હશે તો તેની ભ્રષ્ટાચારથી એકત્ર કરેલી સંપત્તિ જપ્ત કરવામાં આવશે. આ કોર્ટમાં સ્પેશિયલ જજની નિમણુંક કરવામાં આવશે.
ગુંડાઓની મિલ્કતોને પણ હરાજી કરવામાં આવશે: ભ્રષ્ટાચારથી ભેગા કરેલા એક કરોડથી વધુ આવક બનાવી હોય તેની મિલ્કતોની હરાજી કરવામાં આવશે. બુટલેગર કે ડ્રગ્સ વેચનાર નાના ગુંડાઓ મોટા ગુનેગાર થાય તેની પાછળ આવી કાળી કમાણી હોય છે. આવા લોકોને રોકવા માટે આવા ગુંડાઓની મિલ્કતોને પણ હરાજી કરવામાં આવશે. એક વર્ષમાં જ આ કાયદા મુજબ નિર્ણય આવી જાય તેવા પ્રયાસ કરવામાં આવશે. ભૂતકાળમાં જ ગુનાઓની ચાર્જશીટ બની ગઈ હોય તેને નહિ જોડી શકાય. ભ્રષ્ટાચારી વ્યક્તિ ત્રાહિત વ્યક્તિના નામે મિલ્કતો વસાવે છે. આવી તપાસોમાં પણ કમાઈ કરી હશે તો કાર્યવાહી થશે.
- વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર - Agricultural relief package
- બાળકોને કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય - COCHLEAR IMPLANT PROCESSOR