ETV Bharat / bharat

જ્યારે સોનિયા ગાંધીને બર્લિનથી ફોન કર્યા બાદ નજમા હેપતુલ્લાને જોવી પડી હતી એક કલાક રાહ, પુસ્તકમાં ખુલાસો - NAJMA HEPTULLA BOOK

રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ નજમા હેપતુલ્લાએ પોતાની આત્મકથામાં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ નજમા હેપતુલ્લાઓ ખુલાસો
રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ નજમા હેપતુલ્લાઓ ખુલાસો (ANI-ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2024, 8:56 PM IST

નવી દિલ્હી: વર્ષ 1999માં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (આઈપીયુ)ના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ નજમા હેપતુલ્લાએ તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આ સમાચાર આપવા માટે બર્લિનથી ફોન કર્યો હતો, પરંતુ એક કર્મચારીએ તેમનો કોલ એક કલાક સુધી હોલ્ડ પર રાખી મુક્યો કે, " મેડમ વ્યસ્ત છે.”

ગાંધી સાથેના કથિત મતભેદો બાદ કોંગ્રેસ છોડીને 2004માં ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ હેપતુલ્લાએ હાલમાં જ આવેલી પોતાની આત્મકથા “ઈન પર્સ્યૂટ ઓફ ડેમોક્રસી: બિયોન્ડ પાર્ટી લાઈન્સ”માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

હેપતુલ્લાએ કહ્યું કે IPU ના પ્રમુખ બનવું એ "મારા માટે એક ઐતિહાસિક ક્ષણ અને એક મોટું સન્માન હતું, જે ભારતીય સંસદથી વૈશ્વિક સંસદીય મંચ સુધીની મારી સફરની ટોચ હતી." આત્મકથામાં કહેવાયું છે કે સૌ પ્રથમ તેમણે બર્લિનથી તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ફોન કર્યો, જેમણે તરત જ તેમની સાથે વાત કરી.

હેપતુલ્લાએ લખ્યું, “જ્યારે તેમણે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયાં હતાં, પ્રથમ કારણ કે તે ભારત માટે સન્માન હતું અને બીજું કારણ કે આ સન્માન એક ભારતીય મુસ્લિમ મહિલાને આપવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે તમે પાછા આવો, આપણે ઉજવણી કરીશું.

હેપતુલ્લાએ લખ્યું કે, જ્યારે તેમણે તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફોન કર્યો, ત્યારે તેમના એક કર્મચારીએ કહ્યું કે 'મેડમ વ્યસ્ત છે' જ્યારે તેમણે (હેપતુલ્લા) કહ્યું કે તેઓ બર્લિન એટલે કે વિદેશમાંથી વાત કરી રહ્યાં છે. તો કર્મચારીએ કહ્યું કે, મહેરબાની કરીને લાઈન પર રહો.' મેં એક કલાક રાહ જોઈ, પરંતુ સોનિયા (ગાંધી)એ મારી સાથે વાત કરી નહીં. હેપતુલ્લાએ કહ્યું કે તે સમયે હું ખૂબ જ નિરાશ થઇ હતી.

મણિપુરના પૂર્વ ગવર્નર હેપતુલ્લાએ લખ્યું, “તે ફોન પછી મેં તેમને કંઈ કહ્યું નહોતું. "IPU પ્રમુખ પદ માટે મારું નામ આગળ વધારતા પહેલા, મેં તેમની પાસેથી મંજુરી લીધી હતી અને તે સમયે તેમણે મને શુભેચ્છાઓ પણ પાઠવી હતી." હેપતુલ્લાને 2014માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે IPU પ્રમુખ બન્યા બાદ વાજપેયી સરકારે તેમના પદનો દરજ્જો રાજ્યમંત્રીથી વધારીને કેબિનેટ મંત્રીનો કર્યો હતો.

રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત પુસ્તક જણાવે છે કે, “અટલજીએ IPU પ્રમુખની તે દેશોની મુલાકાત માટે બજેટમાં 1 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જે IPU કાઉન્સિલ દ્વારા ચૂકવવામાં આવ્યા ન હતા. વસુંધરા રાજેએ મને અને અન્ય સાંસદોને IPU પ્રમુખ તરીકેની ચૂંટાવવા બદલ ઉજવણી કરવાનું આમંત્રણ આપ્યું હતું.

હેપતુલ્લાએ લખ્યું હતું કે, "તે પછીના વર્ષે, જ્યારે મેં સોનિયા ગાંધીને ન્યૂયોર્કમાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું, ત્યારે તેમણે છેલ્લી ઘડીએ ના પાડી. પોતાની રાજકીય કારકિર્દી ઉપરાંત, હેપતુલ્લાએ ઘણા પુસ્તકો પણ લખ્યા છે અને લોકશાહી, સામાજિક ન્યાય અને મહિલા અધિકારોના હિમાયતી રહ્યા છે.

તેમણે કહ્યું કે, જ્યારે 1998માં સોનિયા ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી ત્યારે પદાધિકારીઓ અને નેતાઓમ વચ્ચે અનેક પ્રકારના લોકો ઉભરી આવ્યા હતા. તેમણે લખ્યું, ''10 જનપથ (સોનિયા ગાંધીનું નિવાસસ્થાન) સાથે આજ સમસ્યા હતી. જુનિયર અધિકારીઓના કારણે સીધો સંપર્ક તૂટી ગયો હતો. તેઓ પક્ષના કાર્યકરો ન હતા, પરંતુ ત્યાં કામ કરતા કારકુનો અને અન્ય કર્મચારીઓ હતા. "તેઓએ નેતા સુધી પહોંચવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા, જેનાથી સંસ્થાકીય પ્રણાલી, નૈતિકતા અસરગ્રસ્ત થઈ અને પક્ષના સભ્યો પર અસર પડી"

તેમણે કહ્યું, "કોંગ્રેસના સદસ્ય હોવાના કારણે, અમારા નેતાને કોઈપણ મુદ્દા પર માહિતી આપવામાં અમારી કોઈ સક્રિય ભૂમિકા રહી ન હતી, જે કોઈપણ પક્ષના સારા પ્રદર્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અમારી વચ્ચે બહુ ઓછી વાતચીત થતી હતી, અમને ખબર ન હતી કે કોણ કોણ અમારા નેતાના નજીકના વર્તુળમાં છે, ત્યાંથી જ બાબતો બગડવાની શરૂઆત થવા લાગી''

હેપતુલ્લાના કહેવા પ્રમાણે, રાહુલ અને પ્રિયંકા ગાંધી તે સમયે રાજકારણમાં નહોતા. સોનિયા ગાંધીના નેતૃત્વ અંગે તેઓ કહે છે, "અમારા નેતાનું વર્તન સહયોગની તે તમામ સર્વોત્મ પદ્ધતિઓ અને સિદ્ધાંતોથી વિરૂદ્ધ હતું, જે ઘણા દાયકાઓથી કોંગ્રેસમાં વિકસિત થયું હતું. તેમણે લખ્યું કે,, "ઇન્દિરા ગાંધી હંમેશા ખુલ્લા દિલથી બોલતા હતા અને સામાન્ય સભ્યો માટે ઉપલબ્ધ હતા."

AAP ધારાસભ્ય નરેશ બાલિયાનની મુશ્કેલી વધી, 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા

'આજે અમે એવી તાકત સામે... પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.